Ahmedabad : રોડ પર સ્ટંટ કરનાર આરોપીને 4 મહિના બાદ પોલીસે પકડીને ઉઠક બેઠક કરાવી, જુઓ Video

| Edited By: | Updated on: Jul 06, 2023 | 8:55 PM

અમદાવાદમાં સિંધુભવન રોડ પર ફેબ્રુઆરી મહિનામાં કારમાં સ્ટંટ કરવાના વાયરલ વીડિયોની ઘટનાને લઈ પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. વીડિયોને આધારે સરખેજ પોલીસે અગાઉ ચાર લોકોની ધરપકડ કરી હતી જે બાદ વધુ એક આરોપી પકડાયો છે.

અમદાવાદમાં સિંધુભવન રોડ પર કારમાં સ્ટંટ કરવાના વાયરલ વીડિયોની ઘટનાને લઈ પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ તપાસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનામાં સ્ટંટ કરતો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયોને આધારે સરખેજ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે આજે વધુ એક આરોપીને પકડી પાડ્યો છે.

આ પણ વાંચો  : રાજ્યસભાની 3 બેઠક માટે 24 જુલાઈએ ચૂંટણી, ભાજપનું મંથન શરૂ, જુઓ Video

મહત્વનુ છે કે ફેબ્રુઆરીમાં સ્ટંટનો જે વીડિયો વાયરલ થયો હતો. જેને લઈ પોલીસે કાર્યવાહી તો કરી પરંતુ આ ઘટનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી લાંબા સમયથી ફરાર હતો. આરોપીએ પોલીસ પકડથી દૂર રહેતા હાશકારો અનુભવ્યો હશે તેટલામાં જ પોલીસ તેના પર ત્રાટકી અને આરોપીની 4 મહિના બાદ ધરપકડ કરવામાં આવી.

સ્ટંટ કરનાર આરોપી પકડાયા બાદ પોલીસે મુખ્ય આરોપી જુનેદ ખાનને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ચાર કાર રોડ પર લઈ જઈ સ્ટંટ કરવામાં આવ્યો હતો. જે તમામ આરોપી ઝડપાયા બાદ મુખ્ય આરોપી પણ પોલીસની પકડમાં આવી ગયો છે. ઘટના સ્થળ પર આરોપીને લઈ જઈ પોલીસે આ આરોપીને ઉઠક બેઠક કરાવી અને માફી મંગાવી હતી. જોકે આરોપીને ગાડીની આગળ ઊભો રાખી બેનર પણ પકડાવવામાં આવ્યું અને તેમાં લખ્યું હતું, ‘ ગાડી મેરે બાપ કી હે પર રોડ નહીં’

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો