ગેરકાયદે અમેરિકા મોકલવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, 93 લાખના સોના સાથે પ્રિયાંશુ મહેતા ઝડપાયો
આ એજન્ટો મુસાફરોને ગેરકાયદે અમેરિકા મોકલવા માટે વિવિધ રૂટનો ઉપયોગ કરતા હતા. આરોપીઓ લોકોને ગેરકાયદે અમેરિકા મોકલતા હતા. આ કેસનો આરોપી પ્રિયાંશુ છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો હતો. ત્યારે બોબી પટેલની ધરપકડ થતા અનેક ખુલાસા થયા હતા. સમગ્ર કેસમાં અત્યાર સુધી 7 આરોપીની અટક થઇ છે.
ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરવાના કૌભાંડમાં વધુ એક આરોપીના ધરપકડ કરવામાં આવી છે. SMC દ્વારા મુંબઇની હોટલમાંથી પ્રિયાંશુ મહેતા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પ્રિયાંશુ પાસેથી 93 લાખનું દોઢ કિલો સોનુ પણ મળી આવ્યું છે. પ્રિયાંશુ મહેતા બોબી પટેલ સાથે મળીને કારસ્તાન કરતો હતો.
આરોપીઓ લોકોને ગેરકાયદે અમેરિકા મોકલતા હતા. આ એજન્ટો મુસાફરોને ગેરકાયદે અમેરિકા મોકલવા માટે વિવિધ રૂટનો ઉપયોગ કરતા હતા. આ કેસનો આરોપી પ્રિયાંશુ છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો હતો. ત્યારે બોબી પટેલની ધરપકડ થતા અનેક ખુલાસા થયા હતા. સમગ્ર કેસમાં અત્યાર સુધી 7 આરોપીની અટક થઇ છે.
આ પણ વાંચો અમદાવાદ : મિત્ર બન્યો દુશ્મન, માત્ર 100 રૂપિયા માટે મિત્રને ઉતાર્યો મોતને ઘાટ
