Video : દાહોદ ધાનપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી એક માસના બાળકનું અપહરણ, અજાણી મહિલા વિરૂદ્ધ ગુનો દાખલ

|

Jan 22, 2023 | 4:56 PM

રેખા નામની મહિલા ઓપરેશન માટે ધાનપુર આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી હતી. ઓપરેશન માટે જતા પહેલાં રેખાએ પોતાના ત્રણેય સંતાનોને રેઢાં મુક્યા. એક તરફ રેખાનું ઓપરેશન ચાલતુ હતુ તો બીજી તરફ અજાણી મહિલાએ તેનો ફાયદો ઉઠાવી લીધો.

દાહોદના ધાનપુરમાં એક મહિલાને સામાન્ય બેદરકારીની મોટી સજા મળી છે. કુટુંબ નિયોજનના ઓપરેશન માટે આરોગ્ય કેન્દ્રમાં પહોંચેલી મહિલાના 1 માસના બાળકનું અપહરણ થયું છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો રેખા નામની મહિલા ઓપરેશન માટે ધાનપુર આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી હતી. ઓપરેશન માટે જતા પહેલાં રેખાએ પોતાના ત્રણેય સંતાનોને રેઢાં મુક્યા. એક તરફ રેખાનું ઓપરેશન ચાલતુ હતુ તો બીજી તરફ અજાણી મહિલાએ તેનો ફાયદો ઉઠાવી લીધો.

બાળકોની એકલતાનો લાભ ઉઠાવીને અજાણી મહિલાએ 1 માસના બાળકના અપહરણનો કારસો રચ્યો અને અન્ય બે બાળકોને રૂપિયા આપી બિસ્કિટ લેવા મોકલ્યા. રેખા બહાર આવે તે પહેલા તેની દુનિયા લૂંટાઇ ગઇ હતી અને 1 માસનું બાળક લઇને અજાણી મહિલા ફરાર થઇ ગઇ હતી.

આ પણ વાંચો-ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યુ, 5.4 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ, અમદાવાદમાં 9.3 ડિગ્રી તાપમાન

રેખાની ફરિયાદ આધારે દાહોદ પોલીસે અજાણી મહિલા વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે અને અલગ અલગ 7 ટીમો બનાવીને બાળક સહિત અજાણી મહિલાની શોધખોળ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અજાણી મહિલાએ ગુલાબી અને વાદળી રંગની સાડી સાથે, ચહેરા પર સફેદ ઓઢણી બાંધી હતી. જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે પોલીસને બાળક શોધવામાં સફળતા મળે છે કે કેમ..?

Next Video