દ્વારકાના જગતમંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ, જુઓ Video

|

Sep 07, 2023 | 3:11 PM

જન્માષ્ટમી  (Janmashtami) પર્વની ધર્મનગરી દ્વારકામાં રંગારંગ ઉજવણી થઇ રહી છે. જગત મંદિરના સમગ્ર પરિસરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. મંગળા આરતી બાદ દ્વારકાધીશના ખુલ્લા પડદે સ્નાન દર્શન કરાવવામાં આવ્યું હતું. દ્વારકાધીશને દૂધ, મધ, ઘી, દહીં અને ખાંડમાંથી બનેલા પંચામૃતથી સ્નાન કરાવાયું. દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ છે.

Devbhumi Dwarka: જન્માષ્ટમી  (Janmashtami) પર્વની ધર્મનગરી દ્વારકામાં રંગારંગ ઉજવણી થઇ રહી છે. જગત મંદિરના સમગ્ર પરિસરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. મંગળા આરતી બાદ દ્વારકાધીશના ખુલ્લા પડદે સ્નાન દર્શન કરાવવામાં આવ્યું હતું. દ્વારકાધીશને દૂધ, મધ, ઘી, દહીં અને ખાંડમાંથી બનેલા પંચામૃતથી સ્નાન કરાવાયું.

આ પણ વાંચો- Janmashtami : મોરારી બાપૂએ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી, જોહનિસબર્ગમાં બનેલી આગની ઘટનામાં મૃતકોના પરિવારને સહાય આપી

કાળિયા ઠાકરને શ્રૃંગાર ભોગ બાદ કેસરી રંગના વસ્ત્રો સાથે અનેક રત્નોજડિત આભૂષણોનો શણગાર કરાયો. રાજ્ય જ નહીં દેશભરમાંથી અહીં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. તો વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને દર્શનમાં અગવડ ન પડે તે માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. તો ગુજરાતના જાણીતા કલાકારો લોક ડાયરો, લોક સંગીત તથા ભકિત સંગીતની રમઝટ બોલાવશે. જન્માષ્ટમી પર્વને લઈ દ્વારકામાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કર

Next Video