Surat માં પીએમ મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી, રાત્રીથી જ રેલ્વે સ્ટેશન રસીકરણ શરૂ કરાયું

|

Sep 17, 2021 | 2:19 PM

સુરત પાલિકા કમિશનર દ્વારા વેકસીનેશન સેન્ટરને રેલવે સ્ટેશન પર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ જગ્યાએ 415 વેકસીનેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે

સુરત(Surat)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના(Narendra Modi)71મા જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી રહી  છે . જેમાં સુરત મહાનગરપાલિકા(SMC)દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રીના 12 વાગ્યાથી રેલવે સ્ટેશન પરથી વેકસીન સેન્ટર(Vaccine Centre)શરૂ કરવામાં આવ્યું.ટ્રેન મારફતે આવતા તમામ મુસાફરોને વેકસીન આપવામાં આવી રહી છે .

આ વેકસીનેશન સેન્ટરને પાલિકા કમિશનર દ્વારા રેલવે સ્ટેશન પર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ જગ્યાએ 415 વેકસીનેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિત અલગ ઝોનમાં પણ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં પણ પીએમ મોદીના 71મા જન્મ દિવસની ઉજવણી કરશે.પીએમ મોદીના જન્મ દિવસ પર રાજ્યમાં દિવ્યાંગો માટે મોબાઇલ વાન સેવા શરૂ કરાશે અને મફતમાં કૃત્રિમ અંગો દાન અપાશે.એક સ્વૈચ્છિક સંસ્થાના પ્રયાસ દ્વારા રાજ્યના દિવ્યાંગોને આ સેવા મળશે.અને રોજના 10 દિવ્યાંગોને મફતમાં અંગ લગાવામાં આવશે.મહત્વનું છે કે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા 71 દિવ્યાંગોને કૃત્રિમ અંગ કરશે અને વડનગરથી આ સેવાનો પ્રારંભ થશે

સદીના મહાનાયક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મ દિવસ છે. નરેન્દ્ર મોદીના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે ભાજપે દેશભરમાં જોરદાર આયોજન કર્યું છે. સેવા અને સમર્પણની ભાવના હેઠળ ભાજપે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશન કરશે પીએમ મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી, 71 હજાર વૃક્ષો વાવી નમો વન બનાવાશે

આ પણ વાંચો : PM Narendra Modi: 71 વર્ષે પણ ફિટ એન્ડ ફાઈન રહેતા PM મોદીના સ્વાસ્થ્યનું રહસ્ય જાણો

Published On - 7:38 am, Fri, 17 September 21

Next Video