ઓમીક્રોનને લઇને એલર્ટ, અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોનો RTPCR ટેસ્ટ ફરજિયાત

|

Dec 23, 2021 | 3:49 PM

અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા તમામ મુસાફરોનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે . તેમજ મુસાફરોના મતે ભારતમાં સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona)  નવા વેરીએન્ટ ઓમીક્રોનની(Omicron) એન્ટ્રી બાદ હવે અમદાવાદ એરપોર્ટ(Airport)  પર પણ કોરોનોનાના આરટીપીસીઆર(RTPCR) ટેસ્ટને લઇને સતર્કતા વધારવામાં આવી રહી છે. જેમાં વિદેશથી આવતા તમામ મુસાફરોનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે .

તેમજ મુસાફરોના મતે ભારતમાં સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જો કે કેટલાક મુસાફરો બંને દેશોમાં RTPCR ટેસ્ટ કરાવવો પડતો હોવાથી નારાજ છે. તેમજ ટેસ્ટિંગમાં વધુ સમય બગડતો હોવાથી મુસાફરોને હાલાકી પડી રહ્યું હોવાનું પણ જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના 5 નવા કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. વિદેશથી આવેલી 1 બાળકી સહિત 4 મહિલાઓ ઓમિક્રોન સંક્રમિત થઇ છે. જેમાં કોંગોથી મકરબા આવેલી 8 વર્ષની બાળકી, 32 વર્ષની મહિલા, દુબઈથી થલતેજ આવેલી 39 વર્ષીય મહિલા, તાન્ઝાનિયાથી મણીનગર આવેલી 42 વર્ષીય મહિલા અને યુકેથી નવરંગપુરા આવેલી 40 વર્ષીય મહિલા કોરોના ઓમિક્રોન સંક્રમિત થઇ છે. અમદાવાદમાં 2 ઓમિક્રોન કેસ હતા અને આ 5 નવા કેસ આવતા હવે ઓમિક્રોનના કુલ કેસ 7 થયા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. જેના પગલે રાજયમાં અમદાવાદ કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. અમદાવાદ શહેરમાં 12 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે.આ ઉપરાંત અમદાવાદ શહેરમાં મંગળવારે એક જ દિવસમાં કોરોનાના નવા 33 અને બુધવારે 25 કેસ નોંધાતા તંત્રની ઉંઘ ઉડી છે.

આ પણ વાંચો : Vadodara: સરકારી યોજનાનો લાભ લઇને અનુસૂચિત જાતિની મહિલા બની કોમર્શિયલ પાઇલટ

આ પણ વાંચો : Surat: ખટોદરામાંથી સબસીડીવાળા નીમ કોટેડ યુરીયાના ગેરકાયદેસર જથ્થા સાથે બે આરોપીની ધરપકડ

Published On - 3:47 pm, Thu, 23 December 21

Next Video