તેલની મચી લૂંટ : અમરેલીના હામાપર ગામ નજીક તેલ ભરેલુ કન્ટેનર પલટી જતા લોકોએ તેલ લેવા કરી પડાપડી

|

Oct 25, 2022 | 5:18 PM

Amreli: હામાપર ગામ નજીક તેલ ભરેલુ કન્ટેનર પલટી જતા લોકોએ તેલ લેવા માટે પડાપડી કરી હતી અને રીતસર તેલની લૂંટ ચલાવી હતી. લોકોને જે હાથમાં આવ્યુ તે વાસણ લઈને તેલ લેવા દોડ લગાવી હતી. જેમા હાંડા, ગાગર, ડબ્બા, ડોલ સહિતના વાસણો સાથે લોકો તેલ લેવા પહોંચી ગયા હતા.

અમરેલી (Amreli) માં ધારી બગસરા રોડ ઉપર તેલ ભરેલા કન્ટેનરને અકસ્માત નડ્યો. હામાપુર ગામ નજીક તેલ ભરેલુ કન્ટેનર (Oil Container) પલટી જતા તેલ રસ્તા પર ઢોળાઈ ગયુ હતુ. કન્ટેનર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કન્ટેનરમાંથી તેલ ઢોળાઈ જતા લોકોએ તેલ લેવા પડાપડી કરી હતી. મોટી સંખ્યામાં લોકોએ તેલ લેવા પડાપડી કરી હતી. તેલ ભરેલુ કન્ટેનર પલટી જતા આસપાસથી મોટી સંખ્યામાં લોકો તેલ લેવા દોડી આવ્યા હતા. તેલ લેવા માટે જેના હાથમાં જે આવ્યુ તે વાસણ લઈને લોકો દોડ્યા હતા અને રીતસરની જાણે તેલની લૂંટ (Loot) મચી ગઈ હતી.

મોટી સંખ્યામાં લોકો રોડ પર આવી જતા સર્જાયો ટ્રાફિકજામ

ધારી બગસરા રોડ નજીક તેલ ભરેલુ કન્ટેનર પલટી જતા હાઈવે પર ભારે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. મોટી સંખ્યામાં લોકોઉમટી પડતા વાહનચાલકો પણ પરેશન થયા હતા. લોકોએ તેલની લૂંટ ચલાવી હોય તેવુ જોવા મળ્યુ હતુ. યુવાનોથી લઈ મહિલાઓ, પુરુષો સહિતનાઓ તેલ લેવા આવી પહોંચ્યા હતા. લોકો ડોલ, ડબ્બ અને હાંડો લઈને તેલ ભરવા આવી પહોંચ્યા હતા. આ દરમિયાન લોકોએ તેલ લેવા પડાપડી કરી હતી. તેલ ભરેલુ ટેન્કર પલટી જતા રસ્તા પર તેલની રેલમછેલ જોવા મળી હતી. એક તરફ દિવાળીના તહેવાર ચાલી રહ્યા છે, તો તેલના ભાવો પણ હાલ આસમાને છે. ત્યારે આ બધા વચ્ચે તેલ ભરેલુ ટેન્કર પલટી જતા લોકોએ તેલ લેવા માટે લાઈનો લગાવી હતી.

Published On - 5:15 pm, Tue, 25 October 22

Next Video