GANDHINAGAR : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક મામલે ગુજરાત ભાજપ વિરોધ પ્રદર્શીત કરશે. ગુજરાત ભાજપ શિવ મંદિરોમાં પીએમના લાંબા આયુષ્ય માટે મહામૃત્યુંજય જાપ કરશે સાથે જ કોંગ્રેસ વિરુદ્ધ પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શીત કરશે. ગુજરાત ભાજપે આ અંગે તમામ જિલ્લા પ્રમુખોને સૂચના આપી છે.
બીજી બાજું પંજાબ સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યની મુલાકાત દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂકની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.ઉલ્લેખનીય છે કે, બુધવારે પંજાબની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ગંભીર ચૂક થઈ હતી, જ્યારે કેટલાક પ્રદર્શનકારીઓએ સમગ્ર માર્ગને ઘેરી લીધો હતો.
આ ઘટનાને કારણે વડાપ્રધાન 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. આ પછી વડાપ્રધાન રેલી સહિતના કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપ્યા વિના પંજાબથી દિલ્હી તેઓ પરત ફર્યા હતા.
પીએમની સુરક્ષામાં ખામી બાદ તમામ પક્ષો અને નેતાઓ તરફથી પંજાબ સરકાર પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. પીએમ મોદીની સુરક્ષામાં ખામીને લઈને રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. આ ઘટના માટે ભાજપના તમામ નેતાઓ પંજાબની કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે.
પીએમ મોદીની સુરક્ષામાં ખામીનો મામલો ગંભીર બન્યો છે.અત્યાર સુધી જે તથ્યો સામે આવ્યા છે તેના પર નજર કરીએ તો પંજાબ પોલીસ અને પંજાબ સરકારની ગંભીર બેદરકારી સામે આવી છે. પંજાબ પોલીસ અને મુખ્યમંત્રી ચરણજીત ચન્ની સરકાર સવાલોના ઘેરામાં છે. પીએમની સુરક્ષામાં ક્ષતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે.
આ પણ વાંચો : SURAT : આજે બપોર સુધીમાં જ શહેરમાં કોરોનાના 390 કેસ નોંધાયા, ઉકા તરસાડિયા યુનિ.માં કોરોનાનો રાફડો ફાટ્યો