વડોદરામાં ભારે ઉત્સાહપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદ બાદ વડોદરાની ઉત્તરાયણ પણ દેશ વિદેશમાં વખણાય છે.અહીં ઉત્તરાયણ મનાવવા દૂર દૂર રહેતા લોકો પણ વતનમાં આવે છે. ન માત્ર અલગ શહેર કે રાજ્યમાં રહેતા પરંતુ અલગ અલગ દેશોમાં રહેતા NRI પણ ઉત્તરાયણ મનાવવા પોતાના વતન વડોદરા આવે છે. આ દરમ્યાન, સાંસદ રંજન ભટ્ટ પણ પરિવાર અને સ્ટાફ સાથે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરી રહ્યા છે.. તેમણે રાજ્યના લોકોને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી અને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવાની અપીલ કરી.. સાથે જ તેમણે કહ્યું કે- તેઓ કોઈ રાજકીય પેચ કાપવામાં માનતા નથી. વર્ષ 2024માં લોકો હાથમાં મજબૂત દોરી સાથે નરેન્દ્ર મોદીનો પતંગ સૌથી ઊંચે ઉડાવશે.
વડોદરામાં કરૂણા અભિયાન અંતર્ગત દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.વન વિભાગ ખાતે પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે 3 ઓપરેશન થિયેટર ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં પક્ષીઓને ઓક્સિજનની જરૂર પડે તો તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે..સાથે જ 29 તબીબો ઘાયલ પક્ષીઓને સારવાર આપી રહ્યાં છે..એટલું જ નહીં 49 કલેક્શન સેન્ટર ઉભા કરાયા છે..ઘાયલ પક્ષીઓની સારવાર માટે NGOઓ પણ સહકાર આપી રહી છે.