વરસાદની આશા નથી અને ગરમીમાં વધારાની આગાહી, ગુજરાતમાં ગરમીનો પારો રહેશે આક્રમક

| Edited By: | Updated on: Apr 22, 2022 | 5:58 PM

રાજ્યમાં ફરી ગરમીનો (Heat) પારો ઉંચકાશે. આગામી પાંચ દિવસમાં એકથી બે ડિગ્રી સુધી તાપમાનનો (Temperature) પારો વધી શકે છે. કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી શકે છે.

ગુજરાતમાં (Gujarat) ઉનાળાની (Summer 2022) આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. બીજી તરફ ઉનાળાની ગરમી વચ્ચે ગુજરાતમાં કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પણ પડ્યો છે. જો કે આ વચ્ચે હવે ખેડૂતો માટે થોડા રાહતના સમાચાર મળી રહ્યાં છે. કારણકે હવામાન વિભાગે હાલ રાજ્યમાં વરસાદ થવાની કોઇ સંભાવના ન હોવાની આગાહી કરી છે. જો કે હવે વરસાદની સંભાવના ઘટતા ફરીથી રાજ્યમાં ગરમીનો (Heat) પારો ઉચકાશે. અમદાવાદમાં વધતી ગરમીને પગલે યલો એલર્ટ જાહેર કર્યુ છે.

આ વખતે ખેડૂતોને તો જાણે 12એ મહિના ચોમાસુ રહ્યું હોય એવી સ્થિતિ છે. ભર ઉનાળામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ગઇકાલે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોના પાકને ઘણુ નુકસાન પહોંચ્યુ છે. જો કે માવઠાની આગાહી વચ્ચે હવામાન વિભાગે રાજ્યના ખેડૂતોને રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વરસાદની કોઇ સંભાવના નથી. જો કે વરસાદની સંભાવના ન હોવાની સાથે હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરી છે.

રાજ્યમાં ફરી ગરમીનો પારો ઉંચકાશે. આગામી પાંચ દિવસમાં એકથી બે ડિગ્રી સુધી તાપમાનનો પારો વધી શકે છે. કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી શકે છે. જો કે હાલ કોઈ પણ જગ્યાએ હીટવેવની આગાહી કરવામાં આવી નથી. તો બીજી તરફ ગરમીની આગાહીને પગલે અમદાવાદમાં હવામાન વિભાગે યેલ્લો એલર્ટ આપ્યું છે.

આ પણ વાંચોઃ Surat : નાનપુરામાં મચ્છી માર્કેટના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી

આ પણ વાંચોઃ Surat : પુણા વિસ્તારમાં તૈયાર થયેલા લેક ગાર્ડનના ઉદ્ઘાટન માટે મુહૂર્તની જોવાતી રાહ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો