Gujarati Video : ગુજરાતના બજેટમાં રોજગારી નવી તકોની જાહેરાત નહિ, કોંગ્રેસનો આક્ષેપ

|

Feb 24, 2023 | 4:02 PM

ગુજરાતની ભાજપ સરકારે ચૂંટણી બાદ રજૂ કરેલા પ્રથમ બજેટને કોંગ્રેસે નિરાશાજનક ગણાવ્યું છે. કોંગ્રસે આક્ષેપ કર્યો હતો કે આ બજેટ યુવાનો માટે નિરાશાજનક છે તેમજ બજેટમાં નવી રોજગારી તકો અંગેની કોઇ જાહેરાત કરવામાં આવી નથી. ભાજપે માત્ર રોજગારી વધારવાના વાયદા કર્યા હતા. પરંતુ બજેટમાં તે પૂર્ણ થતાં જોવા મળ્યા નથી.

જ્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો આપ્યા બાદ પ્રજાજનોને બજેટ પ્રત્યે અનેક આશા અને અપેક્ષાઓ હતી. નવી ભરતીઓ, ખેડૂતોના દેવા માફી, સરકારી યોજનાઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં પ્રજાલક્ષી જાહેરાતો થવાની આશા હતી.પરંતુ અમૃતકાળમાં લોકોના ભાગે અમૃત ન આવ્યું.

ચૂંટણી પૂરી થઇ એટલે સરકાર બધું ભૂલી ગઇ

તો વધુમાં કહ્યું કે,ખેડૂતોને આશા હતી કે તેમની આવક બમણી થશે પરંતુ તેનાથી વિપરીત ખેડૂત પાયમાલ છે. ખેડૂતોના આર્થિક દેવા માફ કરવાની બજેટમાં કોઈ જોગવાઇ નથી. ખેડૂતોની આવક વધારવાની પણ કોઇ જોગવાઇ નથી.

ચૂંટણી પૂરી થઇ એટલે સરકાર બધું ભૂલી ગઇ

ઉપરાંત ગુજરાતના યુવાઓ માટે નવી ભરતીઓ -રોજગારની તકોની જાહેરાત નથી. ગુજરાતના અલગ કર્મચારી સંગઠનો દ્વારા ચૂંટણી પહેલા આંદોલનો કર્યા હતા. આશા વર્કર બેન,આંગણવાડી બહેનો ,ફિક્સ પગારદારોને આશા હતી કે અમારી માંગણીઓ સંતોષાશે પરંતુ આવુ કંઈ થયુ નહીં. જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે પણ કર્મચારીઓને જે વચનો આપેલા એ પૂરા નથી કર્યા. ચૂંટણી પૂરી થઇ એટલે સરકાર બધું ભૂલી ગઇ છે.

આ પણ વાંચો : કોંગ્રેસે પૂર્વોતર રાજ્યોનો ATM તરીકે ઉપયોગ કર્યો, અમે તેમને ‘અષ્ટલક્ષ્મી’ માનીએ છીએઃ MODI

Next Video