Gujarat Election: કોંગ્રેસ બીટીપીના ગઠબંધનની ચર્ચાઓ પર પૂર્ણવિરામ, કોંગ્રેસે ડેડીયાપાડા અને ઝઘડીયા બેઠક પર ઉતાર્યા ઉમેદવાર

|

Nov 11, 2022 | 9:46 AM

ગુજરાત કોંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં બાકી રહેલ ઉમેદવારોના નામ 46 સભ્યોની બીજી યાદીમાં જાહેર કર્યા છે. જેમાં કોંગ્રેસે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને દરેક પક્ષોએ પ્રચાર પ્રસારનો ધમધમાટ ચલાવ્યો છે. દરેક રાજકીય પક્ષોએ તેમના કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જો કે હજુ સુધી તમામ નામો જાહેર કરવાના બાકી છે. જો કે કોંગ્રેસે જાહેર કરેલા નામોની યાદી બાદ કેટલીક અટકળોનો અંત આવી ગયો છે. કોઇ સત્તાવાર સમજુતીની જાહેરાત તો કોંગ્રેસ અને બીટીપી દ્વારા નથી જ કરવામાં આવી. NCP સાથેના ગઠબંધનની પણ કોઇ જાહેરાત કરવામાં આવી નથી, એટલે કે કોંગ્રેસ અને બીટીપી અને NCP ત્રણેય રાજકીય પક્ષોએ પોતાની રીતે જ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યુ છે.

બીટીપી સાથેના ગંઢબંધનની અટકળોનો અંત

કોંગ્રેસ બીટીપીના ગઠબંધનનો અંત આવી ગયો છે. કોંગ્રેસ મોડી રાત્રે યાદી જાહેર કરતા જ કેટલીક અટકળોનો અંત આવ્યો હતો. જેમ કે ધોરાજીથી લલિત વસોયા ભાજપ જોડાશે. તેવી ચર્ચા ઘણા સમયથી ચાલતી હતી, પરંતુ કોંગ્રેસ તેમનું જાહેર કરતા આ અટકળો ઉપર પૂર્ણ વિરામ લાગી ગયું હતુ. તો બીજી તરફ કોંગ્રેસ-બીટીપી ગઠબંધન ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાયું છે. કોંગ્રેસે ડેડીયાપાડા બેઠક પર જેરમાબેન વસાવા અને અને ઝઘડીયા બેઠક પરથી ફતેહસિંહ વસાવાને ઉેદવાર જાહેર કરીને કોંગ્રેસ બીટીપીના ગઢબંધનની અટકળો બંધ કરી દીધી હતી. નોંધનીય છે કે વર્ષ 2017ની ચૂંટણીમાં કોગ્રેસ અને બીટીપીનું ગઠબંધન થયું હતું.

મહત્વનું છે કે ગુજરાત કોંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે 46 સભ્યોની બીજી યાદીમાં પ્રથમ તબક્કાના બાકી રહેલ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં કોંગ્રેસે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં લલિત વસોયાને પણ અપાઈ ધોરાજીથી ટિકિટ આપવામાં આવી છે. હાલ બંને યાદી મળી કોંગ્રેસે 89 નામો જાહેર કર્યા છે.

Next Video