AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: શંકરસિંહ વાઘેલા મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમમાં ફરીથી કોંગ્રેસનો હાથ પકડે તેવા એંધાણ!

Gujarat Election 2022: શંકરસિંહ વાઘેલા મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમમાં ફરીથી કોંગ્રેસનો હાથ પકડે તેવા એંધાણ!

Narendra Rathod
| Edited By: | Updated on: Nov 11, 2022 | 9:20 AM
Share

12 નવેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમમાં હાજર રહેવા શંકરસિંહે સમર્થકોને સૂચના આપી છે, ત્યારે એવી તમામ શકયતાઓ જોવાઈ રહી છે કે ખડગેની હાજરીમાં શંકરસિંહ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલા ફરી પકડી શકે છે કોંગ્રેસનો હાથ પકડી શકે છે. 12 નવેમ્બરના શંકરસિંહ બાપુ પણ કોંગ્રેસમાં જોડાશે તેવી તમામ શકયતાઓ જોવાઈ રહી છે.  શંકરસિંહ વાઘેલા તેમના કાર્યકરોને ફોન કરવાનુ કર્યું શરૂ હોવાની માહિતી સૂત્રોએ  જણાવની હતી.  તેમણે 12 નવેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમમાં હાજર રહેવા સમર્થકોને સૂચના આપી છે, ત્યારે એવી તમામ શકયતાઓ જોવાઈ રહી છે કે ખડગેની હાજરીમાં શંકરસિંહ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

શંકરસિંહ વાઘેલાનો ભાજપ પર  આકરા પ્રહાર

દરમિયાન થોડા  દિવસઅ ગાઉ જ શંકરસિંહ વાઘેલાએ  એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે   હું ભાજપ અને કોંગ્રેસ બંનેને બરાબર જાણુ છુુ. જો બીજેપીથી બચવુ હોય તો કોંગ્રેસને લાવો. તે સમયે તેઓએ એવું પણ કીધું હતું કે  હું કોગ્રેસમાં હોઉ કે ન હોઉ તેનાથી કોઇ ફર્ક નથી પડતો. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચુંટણી જંગ રહેવાદો બીજા કોઇને વચ્ચે ન લાવો. 25 વર્ષ સુધી ભાજપને મોકો આપ્યો હવે ન આપતા. તેમણે વાક પ્રહાર કરતા  કહ્યું હતું કે  જે પાર્ટીને ખભા પર બેસાડી 1995 માં સત્તા સ્થાને લઇ ગયા તે અત્યારે ખોટા લોકોના હાથમાં જતી રહી છે. આ લોકો આપદામાં અવસર શોધે છે

g clip-path="url(#clip0_868_265)">