સાબરકાંઠાઃ હરણાવ નદીમાં નવા પાણી આવ્યા, ખીલી ઉઠ્યું પોળો ફોરેસ્ટ, જુઓ

|

Jun 28, 2024 | 8:19 PM

ગુજરાત અને રાજસ્થાન સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે હરણાવ નદીમાં નવા પાણી આવ્યા છે. હરણાવ નદીમાં પાણી આવવાને લઈ પોળો અને આસપાસનો વિસ્તાર સુંદર ખીલી ઉઠ્યો છે. વિજયનગર વિસ્તારમાં આવેલા પોળો ફોરેસ્ટમાં નજારો હવે વધુ નયનરમ્ય બન્યો છે.

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર વિસ્તારમાં આવેલા પોળો ફોરેસ્ટમાં નજારો હવે વધુ નયનરમ્ય બન્યો છે. હરણાવ નદીમાં પાણી આવવાને લઈ હવે સુંદર નજારો રચાયો છે. ગુજરાત અને રાજસ્થાન સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે હરણાવ નદીમાં નવા પાણી આવ્યા છે. હરણાવ નદીમાં પાણી આવવાને લઈ પોળો અને આસપાસનો વિસ્તાર સુંદર ખીલી ઉઠ્યો છે.

સરહદી વિસ્તારમાં રાજસ્થાનના આંબા પીપળી, સરવણ માળા અને ગણેશ વાસ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે વિજયનગરના ઉત્તરીય સરહદી વિસ્તારમાં કેલાવા, ખોખરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. જેને લઈ હરણાવ નદીમાં નવા પાણીની આવક થઈ હતી.

આ પણ વાંચો: રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની ઈનીંગ વડે નોંધાવ્યા વિક્રમ, આમ કરનારો એકમાત્ર બેટર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:17 pm, Fri, 28 June 24

Next Video