નેતાજીનો બાઈક પર પ્રચાર, મનસુખ માંડવિયા જયેશ રાદડિયાની બાઈકમાં બેસી તેમના મતવિસ્તારમાં ફર્યા- જુઓ વીડિયો

|

Mar 19, 2024 | 10:10 PM

ચૂંટણી આવતા જ મત માગવા માટે નેતાઓ અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્યારે સંસદમાં સાઈકલ લઈને જવા માટે જાણીતા વર્તમાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા બાઈક પર સવારી કરતા જોવા મળ્યા. તેમના પોરબંદર લોકસભા મતવિસ્તારમાં આવતા જેતપુર શહેરમા તેઓ જયેશ રાદડિયાની બાઈક પર પ્રચારમાં નીકળ્યા હતા.

કારમાં ફરતા નેતાઓ જો ટુવ્હિલર ફરતા નજરે પડે તો, અચૂક નવાઇ પામે. કંઇક આવા જ દ્રશ્યો જોવા મળ્યા પોરબંદર લોકસભા મત વિસ્તારમાં આવતા જેતપુર શહેરમાં. જ્યાં પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા બાઇક પર સવારી કરતા નજરે પડ્યાં. આમ તો નેતાજી કારમાં ફરતા જ જોવા મળતા હોય છે, જોકે ચૂંટણી પ્રચારમાં સમયસર લોકો વચ્ચે પહોંચવું પણ જરૂરી હોય છે. ત્યારે માંડવિયાએ કારને બદલે બાઇકની પસંદગી કરી. જયેશ રાદડીયાએ બાઇક હંકાર્યું અને માંડવિયાએ કરી મોટરસાયકલની સવારી.

જયેશ રાદડિયાની બાઈક પર બેસી જેતપુરની સડકો પર ફર્યા માંડવિયા

મનસુખ માંડવિયા જેતપુર સ્વામીનારાયણ મંદિરે દર્શન કરવા ગયા હતા. આ સમયે તેઓ જેતપુર જામકંડોરમાના ધારાસભ્ય જયેશ રાદડિયાની સાથે બાઈક પર બેસેલા જોવા મળ્યા હતા. સ્વામીનારાયણ મંદિરેથી દર્શન કરીને પરત જતા સમયે તેમણે બાઈકમાં સવારી કરી હતી. મનસુખ માંડવિયાની બાઈક સવારીનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

Input Credit- Nasir Boghani- Jetpur

આ પણ વાંચો: અમરેલીમાં કદાવર આખલાને જોઈ ડરી ગયા સાવજો, શિકાર કરવાનું માંડી વાળી વીલા મોં એ જ થયા રવાના- જુઓ વીડિયો

 

Next Video