Rajkot : નેફ્રોલોજિસ્ટ તબીબોની હડતાળ યથાવત, આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર મેળવતા દર્દીઓ પરેશાન, જુઓ Video
સરકાર અને ડૉક્ટરોની લડાઈમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર મેળવતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે નેફ્રોલોજીના તબીબો હવે ધારાસભ્યને રજૂઆત કરશે. ડાયાલિસિસ માટે સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટ દર્દીઓ આવે છે.
Rajkot : રાજકોટમાં સતત બીજા દિવસે નેફ્રોલોજિસ્ટ ડૉકટરોની (Nephrologist doctor) હડતાળ યથાવત રહી. રાજ્ય સરકારે ડાયાલિસીસના ઘટાડેલા ભાવને લઈ નેફ્રોલોજિસ્ટ તબીબોએ ત્રણ દિવસની હડતાળ શરુ કરી છે. ત્યારે ખાનગી હોસ્પિટલોમાં PMJAY અંતર્ગત ડાયાલિસિસની સારવાર બંધ રહેતા સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
સરકારે જાહેર કરેલા હેલ્પલાઈન નંબર પર દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં સુવિધા ઉભી કરાઈ હતી. સરકાર અને ડૉક્ટરોની લડાઈમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર મેળવતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે નેફ્રોલોજીના તબીબો હવે ધારાસભ્યને રજૂઆત કરશે. ડાયાલિસિસ માટે સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટ દર્દીઓ આવે છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો