Gujarati Video : જામનગરમાં પોસ્ટ વિભાગના અધિકાર પર મિલિભગતનો આક્ષેપ, પોસ્ટ વિભાગે શરુ કરી ખાતાકીય તપાસ

|

May 18, 2023 | 2:11 PM

જામનગરમાં પોસ્ટ વિભાગના કર્મચારીઓ પર બેદરકારી અને મિલિભગતનો આક્ષેપ થયો છે. જામનગરના એક વકીલનો આક્ષેપ છે કે, તેમણે તેમના ક્લાઇન્ટ મારફતે ચેક રિટર્નની ત્રણ નોટિસ ઇશ્યુ કરી હતી.

જામનગરમાં ( Jamanagar )  પોસ્ટ વિભાગના કર્મચારીઓ પર બેદરકારી અને મિલિભગતનો આક્ષેપ થયો છે. જામનગરના એક વકીલનો આક્ષેપ છે કે, તેમણે તેમના ક્લાઇન્ટ મારફતે ચેક રિટર્નની ત્રણ નોટિસ ઇશ્યુ કરી હતી. જેમાં તેમણે નાણા લેવાના બાકી હતા. આ ત્રણેય નોટિસમાં જે તે વ્યક્તિ મૃત્યુ પામ્યા હોવાનો ઉલ્લેખ કરીને પોસ્ટ વિભાગે નોટિસ પરત મોકલી હતી.

આ પણ વાંચો : Jamanagar: નવરાત્રીમાં ઘટ સ્થાપન માટે તૈયાર થઈ રહ્યા છે આકર્ષક ઘડૂલા અને ગરબા

જો કે, જે તે વ્યક્તિ હજુ હયાતમાં છે. અને તેઓ કામ ધંધો પણ કરે છે. આ મામલો સામ આવતા વકીલે પોસ્ટ વિભાગને ફરિયાદ કરી છે. પોલીસ વિભાગે ખાતરી આપી છે કે, આ મામલે ખાતાકીય તપાસ કરવામાં આવશે. અને જો કોઇની મિલિભગત સામે આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

શું હતી સમગ્ર ઘટના

જામનગર પોસ્ટ વિભાગ દ્વારા પત્રને મોડા મોકલવાની અનેક ફરીયાદ આવી છે. પરંતુ જે વ્યકિત જીવતો હોય તેના પત્રને મરણ થયેલ વ્યકિત દર્શાવીને ના મોકલતા હોય તેવુ બન્યું છે, જામનગરની પોસ્ટ ઓફિસમાં જામનગરના વકીલે જામનગરથી ખીજડીયામાં રજીસ્ટર એડીની ત્રણ નોટીસ પોસ્ટ દ્વારા મોકલેલી હતી.પરંતુ પોસ્ટ વિભાગે નોટીસ વ્યકિતને આપવાના બદલે પરત કરી હતી. જે વ્યકિત જીવિત હોવા છતા એડીમાં વ્યકિત ગુજરી ગયાની નોંધ કરીને ત્રણ નોટીસ પરત કરી હતી. જે નોટીસ બાદ વ્યકિત જીવિત હોવા છતા બેદરકારીથી નોટીસ ના આપીને પરત કરતા પોસ્ટ વિભાગને વકીલે ફરીયાદ કરી છે.

        જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:45 pm, Thu, 18 May 23

Next Video