નવસારી વીડિયો : મેઘરાજા મનમુકીને વરસ્યા, નવસારી અને જલાલપોર શહેરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો

|

Jun 29, 2024 | 9:46 AM

નવસારી : દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બરાબર જામ્યું છે. નવસારીમાં વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. નવસારી અને જલાલપોર શહેરમાં 2 ઈંચ વરસાદ જયારે ગણદેવીમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો.

નવસારી : દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બરાબર જામ્યું છે. નવસારીમાં વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. નવસારી અને જલાલપોર શહેરમાં 2 ઈંચ વરસાદ જયારે ગણદેવીમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો.

શુક્રવાર રાતથી નવસારીમાં મેઘમહેર યથાવત છે.રાતે ચીખલી અને વાંસદામાં બે ઇંચ, ખેરગામમાં એક ઈંચ પડ્યો હતો. વરસાદથી ખેડૂતોએ રાહત અનુભવી છે.

વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે. દેશના પશ્ચિમ ભાગના રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના હવામાનની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમના કારણે આગામી 5 થી 7 દિવસમાં સતત વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.

Next Video