સી આર પાટીલ સામે કોંગ્રેસ મુમતાઝ પટેલને ટિકિટ આપે તો ખભેથી ખભો મેળવી સાથ આપીશું : નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

|

Mar 21, 2024 | 6:50 AM

નવસારી : દક્ષિણ ગુજરાતની અતિ મહત્વની નવસારી બેઠક પર સી આર પાટીલ સામે કોંગ્રેસ હજુ ઉમેદવારની પસંદગી કરી શકી નથી. આ બેઠક ભાજપનો ગાઢ માનવામાં આવે છે. ગત ટર્મમાં સી આર પાટીલે આંખ દેશમાં સૌથી વધુ 6 લાખ મતની રેકોર્ડ બ્રેક જીત નોંધાવી હતી

નવસારી : દક્ષિણ ગુજરાતની અતિ મહત્વની નવસારી બેઠક પર સી આર પાટીલ સામે કોંગ્રેસ હજુ ઉમેદવારની પસંદગી કરી શકી નથી. આ બેઠક ભાજપનો ગાઢ માનવામાં આવે છે. ગત ટર્મમાં સી આર પાટીલે આંખ દેશમાં સૌથી વધુ 6 લાખ મતની રેકોર્ડ બ્રેક જીત નોંધાવી હતી ત્યારે દિગ્ગ્જ કોંગી નેતાની આ બેઠક માટે પસંદગી પોલિટિકલ સુસાઇડ સમાન કહીએ તો અતિશયોક્તિ કહેવાશે નહીં.

આ બેઠક પાર મુમતાઝ પટેલના નામની જાહેરાતની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. મુમતાઝ તરફથી હજુ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન કરાયું નથી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. નવસારી જિલ્લા કોંગી પ્રમુખ શૈલેષ પટેલે કહ્યું છે કે “કોંગ્રેસ મુમતાઝ પટેલને ટિકિટ આપે તો ખભેથી ખભો મેળવી સાથ આપીશું”.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video