Navsari: નિલકંઠ રેસિડેન્સીના રહીશોની બિલ્ડર વિરુદ્ધ પોલીસ ફરિયાદ, જાણો શું છે અહીંના રહીશોની સમસ્યા
સ્થાનિકોએ બિલ્ડર પર આરોપ મુક્યો છે કે દસ્તાવેજમાં જણાવ્યા પ્રમાણે રહીશોને યોગ્ય સુવિધાઓ આપવામાં આવી નથી. અનેક વાર રજુઆત છતાં પણ બિલ્ડર સમસ્યાઓનો ઉકેલ લાવી આપતા નથી.
નવસારી (Navsari) શહેરના નિલકંઠ રેસિડેન્સી (Nilkanth Residency)ના રહીશોએ બિલ્ડર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. નિલકંઠ રેસિડેન્સીના રહીશોએ બિલ્ડિંગને લગતી કેટલીક સમસ્યાઓને લઈને બિલ્ડર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. નવસારી શહેરના નિલકંઠ રેસિડેન્સીના રહીશોએ પોલીસ સ્ટેશનમાં જ તેમની જ બિલ્ડિંગ બનાવનાર બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ કરી છે. સોસાયટીના રહીશોએ પોલીસ સ્ટેશન બહાર ઊભા રહીને બિલ્ડર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિકોએ બિલ્ડર પર આરોપ મુક્યો છે કે દસ્તાવેજમાં જણાવ્યા પ્રમાણે રહીશોને યોગ્ય સુવિધાઓ આપવામાં આવી નથી. અનેક વાર રજુઆત છતાં પણ બિલ્ડર સમસ્યાઓનો ઉકેલ લાવી આપતા નથી.
નવસારી શહેરના નિલકંઠ રેસિડેન્સીના રહીશોનું કહેવુ છે કે તેમની ફ્લેટમાં પાંચ ટાવર વચ્ચે માત્ર એક જ બોરવેલની સુવિધા છે. સાથે જ બિલ્ડિંગના ડ્રેનેજનું યોગ્ય કનેક્શન પણ આપવામાં આવ્યું નથી. સાત વર્ષથી અનેક વખત આ અંગે બિલ્ડરને રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં કોઈ નિરાકરણ આવતું નથી.
જેથી રહિશોએ સુરતના બિલ્ડર સંજય સંધાણી અને બાબુ પટેલ સામે પોલીસ ફરિયાદ કરી છે. સાથે જ એમ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયરના પ્રોપરાઇટર એમ.પી. ગજ્જર વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે. સ્થાનિકોનો આરોપ છે કે બિલ્ડર દ્વારા દસ્તાવેજમાં જણાવ્યા પ્રમાણે સુવિધાઓ આપવામાં આવી નથી. લોકો રોજે રોજ અનેક પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. જેથી બિલ્ડર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થવી જોઇએ.
આ પણ વાંચો- Ahmedabad : પીરાણામાં ઇમામશાહ દરગાહ પાસે દિવાલ બનાવવાનો વિવાદ વકર્યો, પોલીસે બંદોબસ્ત ગોઠવાયો
આ પણ વાંચો- Junagadh: ખાનગી લેબોરેટરીમાં આગ લાગતા કનેરિયા હોસ્પિટલમાં પહોંચ્યો ધુમાડો, 10 દર્દીઓનું કરાયુ રેસ્ક્યૂ