Navsari: ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહી રહી છે પૂર્ણા નદી, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

|

Jul 14, 2022 | 7:45 AM

પૂર્ણા નદીમાં (Purna river) ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહી રહી છે અને પૂર્ણા નદીની જળસપાટી 27 ફૂટ પર છે.

Navsari: પૂર્ણા નદીમાં (Purna river) ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહી રહી છે અને પૂર્ણા નદીની જળસપાટી 27 ફૂટ પર છે. નદીમાં ઘોડાપૂરને લઈને નવસારીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. કાશીવાડી, બંદર રોડ, શાંતાદેવી રોડ, રંગુનનગર સહિતના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદને લઈ અત્યાર સુધીમાં 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. નવસારીમાં પૂરના કારણે 50 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. નવસારીના કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા લોકોને એલર્ટ કરાયા છે. વાંસદા તાલુકા અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઉપસડ ગામમાં પાણી ફરી વળ્યા છે. ઘરોમાં 3-3 ફૂટ પાણી ભરાઈ જતા લોકોના હાલ બેહાલ થયા છે.

મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી આપી છે. લો પ્રેશર સર્જાયું હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ હજી પણ જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તારીખ 14 અને 15 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

જ્યારે 15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ,અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આ આગાહીને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વિટ કરીને અમરેલીમાં બે દિવસ શાળા-કોલેજો બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી. દરમિયાન અમરેલીમાં આજે પણ ભારે વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં પૂર આવ્યા છે તો ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં વરસાદ પડતા બજારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ધંધાર્થીઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Next Video