Navsari News: પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના નામે ઠગાઈનો પ્રયાસ, પ્રદેશ મંત્રી શીતલ સોનીને આવ્યું પાર્સલ, જુઓ Video
નવસારીમાં સી.આર.પાટીલના નામે ઠગાઇનો પ્રયાસ સામે આવ્યો છે. નવસારીમાં રહેતા પ્રદેશ મંત્રી શીતલ સોનીને સી.આર.પાટીલના નામે પાર્સલ આવ્યું હતું. રૂ.1500 ચૂકવીને પાર્સલ છોડાવવાનું હોવાનું જણાવ્યું હતું. શીતલ સોનીએ આ મુદ્દે પ્રદેશ અધ્યક્ષના કાર્યાલયનો કર્યો સંપર્ક કર્યો. જોકે આ બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. શું હતી સમગ્ર ઘટના જુઓ આ Video
નવસારીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નામે ઠગાઈનો પ્રયાસ સામે આવ્યો છે. પ્રદેશ અધ્યક્ષ પાટીલના નામે નવસારી ખાતે રહેતા પ્રદેશ મંત્રી શીતલ સોનીના ઘરે એક પાર્સલ આવ્યું. પ્રદેશ અધ્યક્ષના નામે પ્રદેશ મંત્રીને જ ચૂનો ચોપડવાનો પ્રયાસ થયો છે. અજાણ્યા ઠગબાજે નવસારી ખાતે મંત્રી શીતલ સોનીના ઘરે આ પાર્સલ મોકલ્યું હોવાની પણ વાત સામે આવી છે. જોકે પાર્સલ અપનારે પ્રદેશ મંત્રી શીતલ સોનીને રૂપિયા 1500 ચૂકવી પાર્સલ છોડાવવા જણાવાયું.
પાર્સલના નામે ઠગ બાજ ઠગાઇ કરે તે પહેલા જ શીતલ સોનીએ સીધો જ પ્રદેશ અધ્યક્ષના કાર્યાલયનો સંપર્ક કર્યો. સંપર્ક કરતાં આ સમગ્ર બાબતે ખુલાસો થયો હતો કે આ પ્રકારે કોઈ પણ પાર્સલ પ્રદેશ પ્રમુખના કાર્યાલયથી મોકલવામાં નથી આવ્યું. જોકે ડિલિવરી બોય ત્યાંથી જતો રહ્યો હોવાની પણ વાત સામે આવી હતી. મંત્રી શીતલ સોની એ પોતાની સાથે ઘટેલી આ ઘટના બાદ ફેસબૂક પર પોસ્ટ કરી સતર્ક રહેવા ભાજપ કાર્યકરોને જણાવ્યું હતું. સાથે લોકોને પણ આ બાબતે ખાસ કાળજી રાખવા જણાવ્યુ હતું. મહત્વનું છે કે આ બાબતે કોઈ ફરિયાદ હાલ સુધી નોંધાઈ હોવાનું સામે નથી આવ્યું.