નવસારીના મંદિર ગામે ગરનાળામાં કાર ડૂબી, કારમાં સવાર ચાર લોકોનું કરાયુ રેસ્ક્યૂ, જૂઓ Video

નવસારીના મંદિર ગામે ગરનાળામાં કાર ડૂબી, કારમાં સવાર ચાર લોકોનું કરાયુ રેસ્ક્યૂ, જૂઓ Video

| Edited By: | Updated on: Jun 30, 2023 | 3:38 PM

વરસાદ વચ્ચે નવસારીના મંદિર ગામે ગરનાળામાં કાર ડૂબી જવાની ઘટના બની હતી. જેમાંથી ચાર લોકોનું રેસ્ક્યૂ (Rescue) કરાયુ છે.

Navsari : નવસારી જિલ્લામાં આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ (Rain) વરસ્યો છે. ત્યારે વરસાદ વચ્ચે નવસારીના મંદિર ગામે ગરનાળામાં કાર ડૂબી જવાની ઘટના બની હતી. જેમાંથી ચાર લોકોનું રેસ્ક્યૂ (Rescue) કરાયુ છે. નવસારીના જલાલપોર તાલુકાના મંદિર ગામે રેલવે ક્રોસિંગની (Railway crossing) આગળ એક ગરનાળુ બનાવવામાં આવેલુ છે. જેમાં ભારે વરસાદ બાદ ગરનાળુ પાણીથી છલોછલ ભરાઇ ગયુ હતુ.

આ પણ વાંચો-Kutch : મુંદ્રાની સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે નમાજ અદા કરાવાતા વિવાદ, વાલીઓ અને હિન્દુ સંગઠનોએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો, જૂઓ Video

જો કે એક મારુતિ કાર ચાલકે કાર ગરનાળામાંથી પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે અચાનક પાણીનું વહેણ વધી જતા કાર ગરનાળામાં ફસાઇ ગઇ હતી. જે પછી ફાયર વિભાગના જવાનોને કોલ કરવામાં આવ્યો હતો. જે પછી ફાયર વિભાગના જવાનોએ રેસ્કયૂ કરીને કારમાં સવાર તમામ પાંચ લોકોને બચાવ્યા હતા.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો