Navsari: ધોધમાર વરસાદ બાદ નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ, 50 હજાર લોકો પૂરથી પ્રભાવિત બન્યા

નવસારી અને જલાલપોર ભારે વરસાદ પડ્યો છે. તો ખેરગામમાં ધોધમાર 9 ઈંચ વરસાદ પડ્યો છે. પૂર્ણા નદીની જળસપાટી વધતા નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 9:09 AM

Navsari: નવસારી અને જલાલપોર ભારે વરસાદ પડ્યો છે. તો ખેરગામમાં ધોધમાર 9 ઈંચ વરસાદ પડ્યો છે. પૂર્ણા નદીની જળસપાટી વધતા નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. જેમાં 150 ઘર પાણીમાં ગરકાવ થતા લોકોને સલામત સ્થળોએ ખસેડાયા છે. નવસારી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં 50 હજારથી વધારે લોકો પૂરની સ્થિતિના કારણે પ્રભાવિત થયા છે. નવસારીની પૂર્ણા નદીમાં જળસ્તર વધતા સ્વપ્નલોક સોસાયટીમાં પાણી ભરાયા હતા. નવસારીના સંખ્યાબંધ વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ચાર દિવસથી ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. નવસારીના વાંસદા તાલુકામાં ભારે વરસાદથી ઉનાઈના મુખ્ય માર્ગો પર ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા છે. વાંસદા તાલુકામાં 24 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ વરસતા નદીઓ અને ચેકડેમોમાં પાણીની આવક વધી છે.

મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી આપી છે. લો પ્રેશર સર્જાયું હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ હજી પણ જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તારીખ 14 અને 15 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

જ્યારે 15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ,અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આ આગાહીને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વિટ કરીને અમરેલીમાં બે દિવસ શાળા-કોલેજો બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી. દરમિયાન અમરેલીમાં આજે પણ ભારે વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં પૂર આવ્યા છે તો ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં વરસાદ પડતા બજારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ધંધાર્થીઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Follow Us:
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
g clip-path="url(#clip0_868_265)">