નવસારીના વાંસદા તાલુકાના ઉનાઈના ચરવી ગામે બાળક પર દિપડાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ચરવી ગામે ઘર પાસે રમી રહેલા બાળક પર દિપડાએ હુમલો કર્યો હતો. દિપડાના હુમલામાં માથાના ભાગે ઈજા થતા બાળકને સારવારમાં ખસેડાયો છે. દિપડાના હુમલાના પગલે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને દિપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી છે.
દીપડાના હુમલાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ
જિલ્લામાં રાત્રીને સમયે દીપડાઓ કૂતરા કે મરઘાં અને બકરાનો શિકાર કરી જાય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ખેતરાળીમાં દેખાતા દીપડાને કારણે ખેડૂતો ખેતીમાં કામ અર્થે જતા ડર અનુભવી રહ્યા છે. ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના જંગલ બોડા થતા દીપડાઓ માટે વસવાટનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જેને લઈને તેને નવસારી જિલ્લામાં શેરડીના ખેતરમાં હૂંફ, પાણી અને પ્રજનન કરવાના સુરક્ષિત વાતાવરણ સાથે ખોરાક પણ સહેલાઇથી મળતો હોવાથી આ જિલ્લો તેના માટે માફક આવ્યો છે.
દીપડો રહેણાંકમાં માનવીએ ખલેલ પહોંચાડતા તે માનવવસ્તી તરફ ઝડપી રીતે આગળ વધી રહ્યો છે. આ મામલે વનવિભાગે હાલ તો પાંજરું મૂક્યું છે પણ જ્યાં સુધી દીપડો પાંજરે ન પુરાય ત્યાં સુધી ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનોનો શ્વાસ અધ્ધર રહેશે.
આ પણ વાંચો : પાકિસ્તાનની નવી ચાલ, મહિલાને ઢાલ બનાવીને કાશ્મીરમાં કરાઈ રહી છે ઘૂષણખોરી, LOC પાર કરનારી મહિલાને કરાઈ ઠાર
આ પણ વાંચો : Ahmedabad : ઑમિક્રૉનને લઈને રેલવે વિભાગની તૈયારી, રેલવે વિભાગ ઉભા કરી રહ્યું છે ઑક્સિજન પ્લાન્ટ