નવસારી વીડિયો : ખેડૂતોને સતાવી રહી છે શ્રમજીવીઓની અછતની ચિંતા, ખેતીવાડી અને ઉદ્યોગો પર જોવા મળી અસર

નવસારી વીડિયો : ખેડૂતોને સતાવી રહી છે શ્રમજીવીઓની અછતની ચિંતા, ખેતીવાડી અને ઉદ્યોગો પર જોવા મળી અસર

| Edited By: | Updated on: Dec 04, 2023 | 10:26 AM

નવસારી જિલ્લામાં અનુકૂળ આબોહવાને કારણે ડાંગર અને શેરડી મબલખ પ્રમાણમાં થઈ રહી છે. ખેડૂતોને ઉત્પાદન સારૂ મળતા ખેતી તરફ ખેડૂતો વધુ ખેંચાઇ રહ્યા છે. ગત વર્ષોમાં ઉત્પાદન વધુ આવતા ખેડૂતો ડાંગર તરફ આકર્ષાયા હતા, પણ જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ શ્રમજીવીની સંખ્યા ઘટતા મજૂરીના ભાવમાં પણ સારો એવો વધારો થઈ રહ્યો છે.

ગુજરાત શિક્ષણક્ષેત્રે આગળ આવતા ધીમી ગતિએ શ્રમજીવી પરિવારમાં પણ શિક્ષણનો વ્યાપ વધ્યો છે. જેને કારણે ખેડૂતોને હવે શ્રમજીવીઓની અછત વર્તાઈ રહી છે. સ્વાભાવિક જ તેની સીધી અસર ઉદ્યોગ અને ખેતીવાડી પર પડી રહી છે. ખેડૂતોને ખેતીમાં હવે મજૂરોની ઘટ અને વધતા ખર્ચા મુશ્કેલી ઉભી કરી રહ્યા છે .

ખેડૂતોને સતાવી રહી છે શ્રમજીવીઓની અછત

નવસારી જિલ્લામાં અનુકૂળ આબોહવાને કારણે ડાંગર અને શેરડી મબલખ પ્રમાણમાં થઈ રહી છે. ખેડૂતોને ઉત્પાદન સારૂ મળતા ખેતી તરફ ખેડૂતો વધુ ખેંચાઇ રહ્યા છે. ગત વર્ષોમાં ઉત્પાદન વધુ આવતા ખેડૂતો ડાંગર તરફ આકર્ષાયા હતા, પણ જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ શ્રમજીવીની સંખ્યા ઘટતા મજૂરીના ભાવમાં પણ સારો એવો વધારો થઈ રહ્યો છે. હેક્ટર દીઠ મજૂરી પેટે 4થી 6 હજાર રૂપિયાની મજૂરી ચૂકવતા પણ શ્રમજીવીની અછત ખેડૂતોને સતાવી રહી છે.

ડાંગરની ખેતીએ ખેડૂતોને કર્યા માલામાલ

છેલ્લા 15 વર્ષથી ખેડૂતોને ડાંગરની ખેતીએ માલામાલ કર્યા છે. જિલ્લામાં પૌવા ઉદ્યોગની બોલબાલા વધતા અહીં જયા અને ગુજરી નામના ડાંગરની ખેતી મોટા પ્રમાણમાં ખેડૂતો કરતા આવ્યા છે. જોકે હાલ ડાંગરની માગ તો યથાવત છે, પણ એક તો ખેડૂતોને પહેલા જેટલો ડાંગરનો ભાવ મળતો નથી. બીજું કાપણી સમયે શ્રમજીવીઓની અછત સતાવી રહી છે. શ્રમજીવી મળે તો પણ મજૂરી ભાવમાં થયેલો વધારો ખેડૂતોને પોષાતો નથી.

આ તરફ વેપારીઓનું કહેવું છે કે ખેડૂતોને મજૂરી મોંઘી પડતી હશે એ બની શકે છે. માવઠું આવી જાય તો તેવા સમયે પાક ઘટતો હશે એ પણ માની શકાય પરંતુ સામાન્ય સંજોગોમાં તેમને પોતાના પાકનો પૂરતો ભાવ મળી રહે છે.ૉ

આ પણ વાંચો-સુરત : તક્ષશિલા અગ્નિકાંડ જેવી ગંભીર ઘટનાઓ બાદ પણ બાળકોનું જીવન જોખમમાં મુકનાર ટયુશન ક્લાસીસની 5 શાખાઓ સીલ કરાઈ

ખેડૂતો મશીનોને જ બનાવી રહ્યા છે મજૂર

એક તરફ ખેતીવાડીને ટકાવી રાખવા સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. તો બીજી તરફ સરકાર શ્રમજીવી પરિવારના બાળકોને પણ પ્રોત્સાહન આપી અભ્યાસમાં નિપુણ બનાનવા માગે છે. એ તો બેશક સારી વાત છે પરંતુ તેની સામે ખેતીકામ કરનારા શ્રમજીવીઓ પણ ઓછા થઈ રહ્યા છે એ હકીકત છે. આવા સંજોગોમાં ટેક્નોલોજીના આધારે મશીનને જ મજૂરો બનાવીને ખેડૂતોએ મોટો ખર્ચ કરીને કામ લેવું પડે એવા દિવસો આવી શકે છે. અથવા તો ખર્ચો વધી જાય તો તેઓ ખેતીવાડી સિવાયના વ્યવસાય તરફ આગેકૂચ કરે તો પણ નવાઈ નહીં.

(ઇનપુટ-નિલેશ ગામીત, નવસારી)

Published on: Dec 04, 2023 09:45 AM