તમારા ઘરમાં પણ વૃદ્ધ માતા કે બહેન હોય તો હવે પછીના સમાચાર ખાસ જોવા જોઈએ કેમકે ચેન સ્નેચર જે રીતે બેફામ બની રહ્યા છે. એ જોતાં ઘરની બહાર સોનાની ચેન પહેરીને વડીલોએ બહાર નીકળવું જોખમી થઈ શકે છે. વાત છે બિલીમોરાની કે જ્યાં 5 મહિના પહેલા સાંજના સમયે ચેન સ્નેચરોએ એક વૃદ્ધાને ટાર્ગેટ કરી હતી. જેમાં વૃદ્ધા ખરાબ રીતે નીચે પટકાતા તેમને ઈજા થઈ હતી. CCTVના આ ફૂટેજમાં જોઈ શકાય છે કે બે ગઠીયાઓ વૃદ્ધા પર નજર રાખીને બેઠા હતા અને મોકો મળતાં જ તેમના ગળામાંથી ચેન ખેંચે છે જેમાં વૃદ્ધા પટકાય છે. ચેન તો જતાં જતી રહે પણ આમાં વૃદ્ધાનું માથું જમીન પર પટકાય તો શું થાય એ આપણે જાણીએ છીએ.
જોકે આખરે પાંચ મહિના બાદ વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગ કરતી ટોળકીના આરોપીઓ ધવલ પારેખ અને કાન્હુચરણ બધાઈની સુરતના સાયણથી ધરપકડ કરવામાં આવી છે. જેમણે 26 જેટલા લૂંટ, ચેન સ્નેચિંગ, વાહન ચોરી અને મોબાઈલ ચોરી જેવા ગંભીર ગુનાઓ કર્યા હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:37 pm, Sun, 26 January 25