Navsari : હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ નવસારીમાં (Navsari) ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સ્થિતિ એટલી વિકટ છે કે અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
આ પણ વાંચો Monsoon 2023 : કાંસ ઉપરના બાંધકામને કારણે નવસારીમાં ભરાયા વરસાદી પાણી, જુઓ Video
ભારે વરસાદના કારણે પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને નદીના પાણી ઠેર ઠેર ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. નવસારી શહેર પૂર્ણા નદીના પ્રકોપથી જળબંબાકાર થયું છે. શહેરના 30 ટકા ભાગ પર પાણી ફરી વળ્યું છે. કાશીવાડી, રંગૂન નગર અને મિથિલાનગરી સહિતના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા 10 હજાર લોકો પ્રભાવિત થયા છે. તો ગ્રામ્ય વિસ્તારના 153 માર્ગો અને 2 સ્ટેટ હાઇવે બંધ થયા છે.
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો