નવરાત્રીનો આજથી પ્રારંભ, રાજ્યમાં માત્ર શેરી ગરબાને મંજૂરી, પાર્ટી પ્લોટ કે ક્લબોને પરવાનગી નહિ

નવરાત્રીનો આજથી પ્રારંભ, રાજ્યમાં માત્ર શેરી ગરબાને મંજૂરી, પાર્ટી પ્લોટ કે ક્લબોને પરવાનગી નહિ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 7:11 AM

ગુજરાત સરકાર દ્વારા માત્ર શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. તેમજ પાર્ટી પ્લોટ કે ક્લબોને ગરબા યોજવા પરવાનગી આપવામાં આવી નથી.

ગુજરાતમાં( Gujarat) આ વર્ષે કોરોનાની(Corona)ત્રીજી લહેરની આશંકા વચ્ચે આજથી નવલા નવરાત્રીનો(Navratri) પ્રારંભ થયો છે. જેમાં સરકાર દ્વારા માત્ર શેરી ગરબાને(Garba) મંજૂરી આપવામાં આવી છે. તેમજ પાર્ટી પ્લોટ કે ક્લબોને ગરબા યોજવા માટે  પરવાનગી આપવામાં આવી નથી. જો કે અનેક કલાકારોએ રોજગારીને લઈને છેલ્લી ઘડી સુધી પાર્ટી પ્લોટ અને ક્લબોમાં ગરબાના આયોજનની માંગ કરી હતી . જો કે સરકારે મક્કમ નિર્ણય લઈને માત્ર 400 લોકોની મર્યાદામાં શેરી ગરબાની મંજૂરી આપી છે.

નવરાત્રીના(Navratri) ગરબાને(Garba) લઈને ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. જેમાં ગુરુવારથી શરૂ થનારી નવલી નવરાત્રિમાં ગરબે ઝૂમવા ખેલૈયાઓ ઉત્સુક બન્યા છે. તેમજ લોકો રાત્રિના 12 વાગ્યા સુધી ગરબા રમી શકશે.જો કે કોરોનાની ત્રીજી સંભવિત લહેરને જોતા ખેલૈયાઓએ કોરોનાની રસીના બે ડોઝ ફરજિયાત કરાયા છે.

આ ઉપરાંત 400 લોકોની મર્યાદામાં ગરબા રમવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ દુર્ગા પૂજા, શરદ પૂર્ણિમા અને દશેરાની ઉજવણી પણ રાત્રિના 12 વાગ્યા સુધી કરી શકાશે.મહત્વનું છે કે, નવરાત્રિ દરમિયાન લારી-ગલ્લા, શોપિંગ મોલ, કોમ્પ્લેક્સ, માર્કેટ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટ, હોટેલ રાત્રિના 10 વાગ્યા સુધી જ શરૂ રહી શકશે.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રીને લઇને સરકારે રાત્રિ કર્ફ્યુમાં થોડીક છુટછાટ આપી છે. જેમાં નવરાત્રિને પગલે રાત્રિ કર્ફ્યુની સમયની અવધિ ઘટાડવામાં આવી છે. હવે 8 શહેરોમાં રાત્રી કર્ફ્યુ 12 થી સવાર ના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કર્ફ્યુમાં એક કલાકની છુટ આપવામાં આવી છે.

આ પણ વાંચો : રાજ્ય સરકારના આદેશનો નવરાત્રીની પૂર્વ સંધ્યાએ ધરાર અનાદર, આદેશને ખુદ મામલતદાર જ ઘોળીને પી ગયા

આ પણ વાંચો : અમદાવાદમાં નવરાત્રીને લઇને શહેર પોલીસ સજ્જ, ગાઇડલાઇનના પાલન માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Published on: Oct 07, 2021 06:47 AM
g clip-path="url(#clip0_868_265)">