નવી ઉડાન નવું સોપાન: ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઇકો-ફ્રેન્ડલી વાતાવરણ ઊભું કરવા ટીપ્સ શેર કરી
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી TV9 ગુજરાતીના હાઇટેક સ્ટુડિયોના મહેમાન બન્યા હતા. તેમની સાથેની ચર્ચામાં તેમણે ખેડૂતો અને ખેતી માટે ઉપયોગી ટીપ શેર કરી હતી. જેમાં તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં અને ખેડૂતોને કહ્યું હતું કે ખેતરના શેઠા પર લીમડો ચોક્કસ ઉગાડો.
Navi Udan -Navu Sopan : TV9 ગુજરાતીના હાઇટેક સ્ટુડિયોનું CM ભૂપેન્દ્ર પટેલના(Cm Bhupendra Patel) હસ્તે ઉદ્ઘાટન થયુ છે. ગુજરાતમાં 24 કલાકની ન્યૂઝ ચેનલની પાયોનિયર TV9 ગુજરાતી હવે તદ્દન નવા રંગરૂપમાં જોવા મળશે. અનોખી રજૂઆત થકી સમાચારોની પરિભાષા બદલી નાખનાર TV9 વધુ હાઇટેક બન્યું છે. અહીં ટેકનોલોજી અને કન્ટેન્ટનું કોમ્બિનેશન ન્યૂઝનું યુનિક પ્રેઝન્ટેશન બનશે.
જે અંતર્ગત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી TV9 ગુજરાતીના હાઇટેક સ્ટુડિયોના મહેમાન બન્યા હતા. તેમની સાથેની ચર્ચામાં તેમણે ખેડૂતો અને ખેતી માટે ઉપયોગી ટીપ શેર કરી હતી. જેમાં તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં અને ખેડૂતોને કહ્યું હતું કે ખેતરના શેઠા પર લીમડો ચોક્કસ ઉગાડો.
જેના લીધે હાલ બનાસકાંઠાના ખેતરોમાં લીમડાના વૃક્ષોની સંખ્યા વધી છે. તેમજ પર્યાવરણ ફ્રેન્ડલી વાતાવરણ ઊભું કરવામાં મદદ મળી છે. તેમજ હેપીનેસમાં વૃક્ષો જોઇશે અને ગ્રીનરી પણ જોઇશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો