ભાવનગરમાં પ્રથમ વખત નેશનલ ગેમ્સનું આયોજન કરાતા રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ, જુઓ VIDEO

|

Sep 27, 2022 | 11:49 AM

ભાવનગરમાં નેટબોલ, બાસ્કેટબોલ (basket ball) અને વોલીબોલની રમત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાડવામાં આવી રહી છે. આ સ્પર્ધામાં પુરુષોના વિભાગમાં આઠ ટીમો અને મહિલા વિભાગમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે.

National Games 2022 : આ વખતે ગુજરાતમાં નેશનલ ગેમ્સનું (National games) આયોજન કરાયું છે, ત્યારે ભાવનગરમાં (Bhavnagar)  36મી નેશનલ ગેમ્સનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. ભાવનગરમાં નેટબોલ, બાસ્કેટબોલ (basket ball) અને વોલીબોલની રમત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાડવામાં આવશે. નેટબોલ સ્પર્ધાથી રમતની શરૂઆત થઈ હતી.  આ સ્પર્ધામાં પુરુષોના વિભાગમાં આઠ ટીમો અને મહિલા વિભાગમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે. ભાવનગરમાં પ્રથમ વખત નેશનલ ગેમ્સનું આયોજન કરાતા રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે અહીં આવેલા ખેલાડીઓએ (players) પણ વ્યવસ્થા જોઈને ખુશી વ્યક્ત કરી હતી.

અમદાવાદમાં 16 રમતો 6 સ્થળે યોજશે

રાજ્યમાં 7 વર્ષ બાદ નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં તારીખ 29 સપ્ટેમ્બરથી તારીખ 12 ઓગસ્ટ દરમિયાન યોજાનાર નેશનલ ગેમ્સમાં તારીખ 29મીએ અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (narendra modi stadium) ઓપનિંગ સેરેમરી યોજાશે. આ ગેમ્સમાં 7000 ખેલાડી સહિત 13 હજારથી વધુ તેની સાથે સંકળાયેલા ઓફિશિયલ્સ ભાગ લેશે. જેમાં અમદાવાદમાં 16 રમતો 6 સ્થળે યોજશે. જેમાં 7100 ખેલાડી ભાગ લેશે. જ્યારે તારીખ 12મી ઓક્ટોબરના રોજ સુરતમાં ક્લોઝિંગ સેરેમની યોજાશે. સુરતમાં પણ 4 રમત બે સ્થળે યોજાશે. જેમાંથી ટેબલ ટેનિસની રમત રમાઈ ચૂકી છે.

નેશનલ ગેમ્સમાં આ રમતોનો સમાવેશ

નેશનલ ગેમ્સની 36 રમતો 7 શહેરમાં રમાડવાનું આયોજન છે. જેમાં કબડ્ડી, ખોખો, નેટબોલ, રોલર સ્કેટિંગ, તિરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ બોક્સિંગ, સાયકલિંગ, ફેન્સીંગ હોકી, ફૂટબોલ, જીમનેસ્ટીક, સ્કેટ બોર્ડિંગ, સોફ્ટબોલ, સ્વિમિંગ ટેનિસ ટ્રાય થોન વોલીબોલ, યોગાસન વગેરેનો સમાવેશ થાય છે.

Published On - 9:18 am, Tue, 27 September 22

Next Video