Gujarat Elction 2022: ગુજરાતની ચૂંટણીને લઇ કોંગ્રેસ શાસિત રાજ્યોના CM અને કેબિનેટ પ્રધાનોને જવાબદારી સોંપાઇ

|

May 15, 2022 | 3:54 PM

ગુજરાત, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી (Assembly elections) યોજાવાની છે. તેમજ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. એવામાં ચિંતન શિબિર કોંગ્રેસ (Congress) પાર્ટી માટે મહત્વની માનવામાં આવી રહી છે.

ઉદયપુરમાં કોંગ્રેસની (Congress) ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ છે. ત્યારે આ શિબિરમાં ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીને (Assembly elections) લઈ મહત્વની રણનીતિ નક્કી કરવામાં આવી. ગુજરાતમાં (Gujarat) આગામી ચૂંટણીને લઈ કોંગ્રેસ શાષિત રાજ્યોના CM અને કેબિનેટ પ્રધાનોને ખાસ જવાબદારી સોંપાશે. તો દેશના દિગ્ગજ નેતાઓએ ઝોન અને જિલ્લાવાર કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવાનું કામ સોંપાશે. કોંગ્રેસના દેશભરના પ્રદેશ પ્રમુખોને પણ ચૂંટણી મેનેજમેન્ટને (Election management) લગતી જવાબદારી અપાશે.

ગુજરાત, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેમજ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. એવામાં ચિંતન શિબિર કોંગ્રેસ પાર્ટી માટે મહત્વની માનવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસની આ ચિંતન શિબિરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને પણ રણનીતિ ઘડવામાં આવી. ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણી દરમિયાન પોતાના સંપૂર્ણ નેટવર્ક અને સંગઠન શક્તિને કામે લગાવવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના નવા અભિગમની શરૂઆત પણ ગુજરાતથી થશે. તો કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસની સંખ્યા પણ વધશે.

રાજસ્થાનના ઉદયપુરમાં આયોજીત કોંગ્રેસની ચિંતન શિબિરના અંતિમ દિવસે 2024ની લોકસભાની લડાઈનો રોડમેપ નક્કી કરાશે. કોંગ્રેસ પાર્ટી માટે ભાજપના વિજય અભિયાનને રોકવાનો અને પોતાનું અસ્તિત્વ જાળવવાનો, એમ બેવડો પડકાર છે. દેશભરના કોંગ્રેસના 430 વરિષ્ઠ નેતાઓએ અનેક મહત્વના મુદ્દે ચર્ચા-વિચારણા કરી. દેશમાં કોંગ્રેસના ખોવાયેલા જનાધારને પરત મેળવવા માટે છ ડ્રાફ્ટ પ્રસ્તાવ તૈયાર કરાયા. આ વિવિધ સમિતિઓની ભલામણને CWC અંતિમ મંજૂરી આપશે.

ચિંતન શિબિરમાં કોંગ્રેસના નેતાઓએ ધાર્મિક, જાતિ, સામાજિક સમૂહોને જોડવા પર પાર્ટીમાં વિચારણા કરવામાં આવી. તો સંગઠનમાં SC, ST, OBC અને લઘુમતિઓને 50 ટકા પ્રતિનિધિત્વ આપવા પર ભાર મૂકાયો. ખાનગી ક્ષેત્રની નોકરીમાં અનામત મળે તેવી ભલામણ પાર્ટી કરશે. તો જાતિ આધારિત જનગણના મુદે પાર્ટી વલણ સ્પષ્ટ કરે તેને લઈ ચર્ચા થઈ. કોંગ્રેસની ચિંતન શિબિરમાં સોફ્ટ હિંદુત્વનો મુદ્દો પણ ચર્ચાયો.

Next Video