Narmada: રાજપીપળાથી રામગઢને જોડતા પુલ પર પડ્યું ગાબડું, 20 ફૂટનું ગાબડું પડતા વાહન વ્યવહાર બંધ

|

Aug 22, 2022 | 4:37 PM

નર્મદા જિલ્લાના રાજપીપળાથી રામગઢને જોડતા માર્ગ પર આવેલાં પુલમાં મસમોટું ગાબડું પડ્યું છે. પુલના પિલર નંબર 3ને નુકસાન પહોંચ્યું છે. હાલ પુલ વાહનવ્યવહાર માટે બંધ હોવાથી 10થી વધારે ગામના લોકો ભારે હાલાકી વેઠી રહ્યાં છે.

Narmada: નર્મદા જિલ્લાના રાજપીપળાથી(Rajpipla) રામગઢને જોડતા માર્ગ પર આવેલાં પુલમાં મસમોટું ગાબડું પડ્યું છે. 20 ફૂટનું ગાબડું પડી જતાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજ તકલાદી બન્યો હોવાનું જણાઈ આવે છે. કરજણ ડેમમાંથી છોડાયેલા પાણીથી નદીનું જળસ્તર વધી જતાં પુલનું ધોવાણ થયું છે. પુલના પિલર નંબર 3ને નુકસાન પહોંચ્યું છે. હાલ પુલ વાહનવ્યવહાર માટે બંધ હોવાથી 10થી વધારે ગામના લોકો ભારે હાલાકી વેઠી રહ્યાં છે. પુલમાં ગાબડું પડ્યાનો અહેવાલ પ્રસારિત થતા જ તંત્ર દ્વારા સમાર કામ હાથ ધરાયું છે. મહત્વનું છે કે, એક વર્ષ પહેલાં પણ બ્રિજનું ધોવાણ થયું હતું. ત્યારે તંત્રએ કોન્ટ્રાકટર સામે પગલાં લીધા ન હોવાનું ગામ લોકો જણાવી રહ્યાં છે. પુલમાં ગાબડું પડતા હાલ શાળા-કોલેજના 500 જેટલાં વિદ્યાર્થીઓને અવર-જવર માટે મુશ્કેલી પડી રહી છે.

ઇન્દિરાસાગર ડેમમાંથી પાણીની પુષ્કળ આવક

સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) પાણીની આવક વિપુલ પ્રમાણમાં થઇ રહી છે. સરદાર સરોવરના ઉપરવાસમાં આવેલા ઇન્દિરાસાગર ડેમમાં (Indirasagar Dam) પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઇ રહી છે. જેને લઇ ડેમના દરવાજા નર્મદા ડેમની સપાટી 136.00 મીટરે પહોંચી છે અને ડેમના 10 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઈન્દિરાસાગર ડેમમાંથી 12 ગેટ 2.50 મૂટર ખોલી 3,15,980 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેના પગલે નર્મદા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજની સ્થિતિ હાલ 4921 MCM છે.

Next Video