નર્મદા : AAP ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદએ ભાજપનો સમગ્ર આદિવાસી સમાજ પર હુમલો : અરવિંદ કેજરીવાલ

નર્મદા : AAP ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદએ ભાજપનો સમગ્ર આદિવાસી સમાજ પર હુમલો : અરવિંદ કેજરીવાલ

| Updated on: Nov 05, 2023 | 7:10 AM

નર્મદા : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં વનકર્મીઓને ધમકાવી ફાયરિંગ કરવાની ફરિયાદ દાખલ થતા ધારાસભ્ય ફરાર થઇ ગયા છે. ધારાસભ્યના સમર્થનમાં આજે ડેડીયાપાડા જડબેસલાક બંધ છે તો સાથે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ચૌતરના સમર્થનમાં આવ્યા છે.

નર્મદા : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં વનકર્મીઓને ધમકાવી ફાયરિંગ કરવાની ફરિયાદ દાખલ થતા ધારાસભ્ય ફરાર થઇ ગયા છે. ધારાસભ્યના સમર્થનમાં આજે ડેડીયાપાડા જડબેસલાક બંધ છે તો સાથે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ચૈતરના સમર્થનમાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલે ચૈત્ર વસાવા સામેની કાર્યવાહીને સમગ્ર આદિવાસી સમાજ ઉપર ભાજપાનો હુમલો ગણાવ્યો હતો.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું

ધારાસભ્યના પત્ની જ્યુડિશિયલ કસ્ટડીમાં, ધારાસભ્ય ફરાર

ધારાસભ્ય ચૈતર વસાવા પર વનકર્મીઓને માર મારવાની અને હવામાં ફાયરિંગ કરવાની ઘટના બાદ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. બનાવ બાદ ધારાસભ્ય ફરાર છે જયારે તેમના પત્ની શકુંતલા વસાવા સહીત 3 લોકોની ધરપકડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યા છે. આજે ધારાસભ્યના સમર્થનમાં ડેડીયાપાડા બંધનું એના આપવામાં આવ્યું છે. ભાજપ બંધને નિષ્ફ્ળ જયારે આપ સફળ બનાવવા જોર લગાવી રહ્યું છે.

 

Input Credit : Vishal Pathak, Narmada

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 04, 2023 12:15 PM