સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારીમાં સ્નેક હાઉસનું આકર્ષણ ઉમેરાયું, જુઓ વિડીયો

| Edited By: | Updated on: Oct 30, 2023 | 1:32 PM

નર્મદા : કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલના આકર્ષણમાં સ્નેક હાઉસનો ઉમેરો કરવામાં આવ્યો છે.  જંગલ સફારી ખાતે એક વિશાળ ડોમમાં સ્નેક હાઉસ બનાવવામાં આવ્યું છે જેને હાલ પ્રાયોગિક ધોરણે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સ્નેક હાઉસમાં દેશ વિદેશના ઝેરી બીન ઝેરી સરીસૃપ મૂકવામાં આવ્યા છે

નર્મદા : કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલના આકર્ષણમાં સ્નેક હાઉસનો ઉમેરો કરવામાં આવ્યો છે.  જંગલ સફારી ખાતે એક વિશાળ ડોમમાં સ્નેક હાઉસ બનાવવામાં આવ્યું છે જેને હાલ પ્રાયોગિક ધોરણે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે. આ સ્નેક હાઉસમાં દેશ વિદેશના ઝેરી બીન ઝેરી સરીસૃપ મૂકવામાં આવ્યા છે અને જેને પ્રવાસીઓને નિહાળવાની તક મળશે .

આ સરિસૃપોમાં ખાસ ઇન્ડીયન રોક પાઈથન,રસેલ વાઈપર,ઇન્ડીયન રાઈક સ્નેક,આફ્રિકન બોલ પાઈથન,ગ્રીન ઇકવાના જેવા અનેક દેશ વિદેશ ના સરીસૃપ લાવવામાં આવ્યા છે જોકે હવે આ સ્નેક હાઉસ ને 31 ઓક્ટોમ્બર ના રોજ પ્રધાનમંત્રી દ્વારા પ્રવાસીઓ માટે વિધિવત રીતે ખુલ્લું મુકવામાં આવશે જોકે હાલ તો આ જંગલ સફારી પાર્ક માં અનેક નવા જાનવરો લાવવામાં આવી રહ્યા છે.

Input Credit : Vishal Pathak, Narmada

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 30, 2023 01:30 PM