Narmada: સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારો, જળસપાટી 120.46 મીટર પર પહોંચી
હાલ ઉપરવાસમાંથી 76 હજાર 423 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. અને ડેમમાં 1231 MCM પાણીનો જથ્થો છે.. ગુજરાત માટે ડેમમાંથી કેનાલમાં 5 હજાર 51 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સારા વરસાદને પગલે આ વર્ષે નર્મદા બંધ 138.68 મીટર સુધી પાણી ભરાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે
Narmada : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસમાં થયેલા વરસાદના પગલે રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટી 1.75 મીટર વધી છે. જેની આ સાથે જ ડેમની જળસપાટી 120.46 મીટર પર પહોંચી છે.નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તાર અને મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.
હાલ ઉપરવાસમાંથી 76 હજાર 423 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. અને ડેમમાં 1231 MCM પાણીનો જથ્થો છે.. ગુજરાત માટે ડેમમાંથી કેનાલમાં 5 હજાર 51 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સારા વરસાદને પગલે આ વર્ષે નર્મદા બંધ 138.68 મીટર સુધી પાણી ભરાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
