Valsad : વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. જેમાં ધોધમાર વરસાદને કારણે ઔરંગા નદીની જળ સપાટી વધી છે. જેમાં ઔરંગા નદીની સામાન્ય સપાટી 3 મીટરથી વધી 5 મીટર પહોંચી છે. જેમાં વલસાડના ડેમમાં પણ વરસાદને કારણે નવા નીરની આવક વધી છે. વલસાડમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં વલસાડ શહેરમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં દાણા બજાર, મોગરવાડી અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. તેમજ છીપવાડ હનુમાન મંદિર, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ એક ઇંચ વરસાદમાં પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠયા છે.