Narmada : આદિવાસી સમાજ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પીણીને લઇ નાયબ કલેક્ટરને ફરજ મોકૂફ કરાયા

| Edited By: | Updated on: Apr 03, 2022 | 4:28 PM

નર્મદાના નાયબ કલેકટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ વિશે કરેલી ટિપ્પણીથી રોષ ફેલાયો હતો . રોષે ભરાયેલા આદિવાસી સમાજ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી..નાયબ કલેક્ટરના પૂતળા દહન સમયે પોલીસે એક વ્યક્તિનો કોલર પકડતા ઘર્ષણ સર્જાયું હતું. જો કે ભારે વિરોધ બાદ મામલો શાંત પડ્યો હતો. મહત્વનું છે કે નાયબ કલેક્ટરની ટિપ્પણી બાદ કેવડિયા બંધનું એલાન અપાયું હતું.

નર્મદાના(Narmada) સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા  નાયબ કલેક્ટર નિલેશ દુબેને(Nilesh Dubey)  ફરજ મોકૂફ કરવામાં આવ્યાં છે.આદિવાસી સમાજ(Tribal Community)  વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પીણીને લઇ નાયબ કલેક્ટરને ફરજ મોકૂફ કરવામાં આવ્યાં છે..બે દિવસ પહેલા નાયબ કલેક્ટર નિલેશ દુબેની એક ઓડિયો ક્લીપ વાયરલ થઇ હતી.જેમાં આદિવાસી સમાજ વિશે તેમણે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી..ઓડિયોમાં નાયબ કલેક્ટર કહી રહ્યાં છે કે આ આદિવાસી લોકો છે..તેમણે પહેલા ખાવાનું પણ નહોતું મળતું..ચડ્ડી પહેરીને બહાર બેસતા હતા..પરંતુ હવે નોકરી મળી ગઇ એટલે પેન્ટ-શર્ટ પહેરવા લાગ્યાં..જંગલમાંથી જડીબુટ્ટી ખાનારા લોકો છે..આ લોકોમાં વાત કરવાની સભ્યતા નથી. આ ઓડિયો ક્લીપ વાયરલ થયા બાદ ભારે વિવાદ થયો હતો..અને રોષે ભરાયેલા આદિવાસી સમાજે વિરોધ નોંધાવી કલેક્ટર સામે કાર્યવાહીની માંગ કરી હતી.

વેપારીઓએ દુકાનો બંધ રાખી બંધને સમર્થન આપ્યું હતું

ઉલ્લેખનીય છે કે, નર્મદાના નાયબ કલેકટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ વિશે કરેલી ટિપ્પણીથી રોષ ફેલાયો હતો . રોષે ભરાયેલા આદિવાસી સમાજ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી..નાયબ કલેક્ટરના પૂતળા દહન સમયે પોલીસે એક વ્યક્તિનો કોલર પકડતા ઘર્ષણ સર્જાયું હતું. જો કે ભારે વિરોધ બાદ મામલો શાંત પડ્યો હતો. મહત્વનું છે કે નાયબ કલેક્ટરની ટિપ્પણી બાદ કેવડિયા બંધનું એલાન અપાયું હતું.જેમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી બંધને સમર્થન આપ્યું હતું.આદિવાસી સમાજે નાયબ કલેક્ટર સામે યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે.જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં જલદ કાર્યક્રમની ચીમકી ઉચ્ચારી છે.

આદિવાસી સમાજ વિશે અયોગ્ય ટિપ્પણી કરી હોવાના આક્ષેપ

ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનામાં આદિવાસીઓનો આક્ષેપ છે કે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો છે.. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની નાયબ કલેક્ટર નિલેશ દુબેનો અવાજ છે.. આ અધિકારી સામેવાળી વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે. જેમાં તેમણે આદિવાસી સમાજ વિશે અયોગ્ય ટિપ્પણી કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.. આ ઓડિયો ક્લીપ વાયરલ થયા બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ અને નારાજગી છે.. જો કે ટીવીનાઈન આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું.

આ પણ વાંચો :  Surat: ત્રણ વર્ષ પહેલાં કિશોરીને ભગાડી જવાની અદાવત રાખીને હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતાં ગુનો નોંધાયો

આ પણ વાંચો : Vadodara: બાળકને બેરહેમીથી મારનાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી વધુ તપાસના આદેશ અપાયા