હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી 134.73 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાંથી પાણીની આવક વધતા ડેમના 15 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા છે.
દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. પાવર હાઉસ મારફતે 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડયુ છે. નદીમાં કુલ 2 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 17 ઈંચ વરસાદ વરસ્યો છે.
બીજી તરફ સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદી માહોલથી ડેમમાં નવા નીરની આવક થઈ છે. જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે. ધરોઈ, ગુહાઈ, હાથમતી અને હરણાવ ડેમમાં નવા નીરની આવક જોવા મળી છે. ધરોઈ ડેમમાં 11,111 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ધરોઈ ડેમની સપાટી 185.82 મીટર, પાણીનો જથ્થો 57.68 ટકા છે. હાથમતી જળાશયમાં 350 ક્યુસેક આવક, પાણીનો જથ્થો 38.23 ટકા જોવા મળ્યો છે. ગુહાઈ ડેમમાં 1535 ક્યુસેક પાણીની આવક, 35.23 ટકા જથ્થો છે. આ તરફ હરણાવ ડેમમાં 110 ક્યુસેક આવક સામે 110 ક્યુસેક જાવક કરવામાં આવી છે.