Narmada : ડેમમાં પાણી વધતા કુદરતી સૌદર્ય સોળે કળાએ ખીલ્યું, ડેમની મુલાકાત માટે પ્રવાસીઓનો ઘસારો, જુઓ Video

|

Jul 07, 2023 | 8:11 PM

નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક થતાં ડેમની જળસપાટી 122.84 મીટરે પહોંચી. પાણી વધતા પાવર હાઉસના યુનિટ ચાલું કરાયું છે. જોકે કુદરતી સૌદર્ય પણ સોળે કળાએ ખીલ્યું છે.

Narmada: ઉપરવાસમાં સતત વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમની જળ સપાટીમા 24 કલાકમાં 38 સે.મીનો ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 23 હજાર 303 ક્યુસેક પાણીની ડેમમાં આવક થઈ રહી છે. જેના કારણે નર્મદા ડેમની જળસપાટી 122.84 મીટરે પહોંચી છે. તો બીજી તરફ ડેમના વીજ ઉત્પાદનના CHPHના પાવર હાઉસના યુનિટ ચાલું કરી દેવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : સરકાર દ્વારા યોજાયેલી ચિંતન શિબિરને લઈ મુખ્યમંત્રીએ આજે કરી રીવ્યુ બેઠક, જુઓ Video

ડેમમાં પાણીની સાથે સાથે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટી રહ્યાં છે. નર્મદા ડેમની મુલાકાત લઇ પ્રવાસીઓ પણ ખુશ થઈ રહ્યાં છે. મહત્વનુ છે કે મધ્યપ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદ (Rain) પડવાના કારણે નર્મદા ડેમની (Narmada Dam) જળ સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે.

મહત્વનુ છે કે હજી પાનાં આગામી સમયમાં હવામાન વિભાગની આગાહી મૂજબ ગુજરાતના ઘણા જીલ્લાઓમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રના બધાજ શહેરોમાં વરસાદની આગાહી કરવામાંં આવી છે. કચ્છ અને જામનગરમાં 8 જુલાઈના રોજ રેડ એલર્ટ હવમાન વિભાગ દ્વારા આપવામાં આવ્યુ છે.

 ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video