Gujarati Video : નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો, જળ સપાટી વધીને 130.09મીટરે પહોંચી

|

Jul 31, 2023 | 2:06 PM

રાજ્યમાં ભારે વરસાદના પગલે તમામ નદી -નાળા તેમજ જળાશયોમાં જળ સપાટીમાં વધારો થયો છે. ત્યાં નર્મદા ડેમની ( Narmada dam ) જળસપાટીમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

Narmada dam : રાજ્યમાં ભારે વરસાદના પગલે તમામ નદી -નાળા તેમજ જળાશયોમાં જળ સપાટીમાં વધારો થયો છે. ત્યાં નર્મદા ડેમની ( Narmada dam ) જળસપાટીમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. નર્મદા ડેમની જળ સપાટી વધીને 130.09 મીટર થઈ છે. તો ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પહોંચી છે. તેમજ છેલ્લા 24 કલાકમાં ડેમના જળસ્તર 16 સેમીનો વધારો થયો છે.

આ પણ વાંચો : Narmda: શિક્ષણના ધામમાં પીધેલો શિક્ષક, TV9ના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ વિભાગની કાર્યવાહી, જુઓ Video

નર્મદા ડેમની જળસપાટી પ્રથમવાર આ સિઝનમાં 130 મીટરને પાર કરી છે. તો મહેસાણાના ધરોઇ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઇ ડેમની જળ સપાટી 618.50 ફૂટ પહોંચી છે. ધરોઇ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. ઉપરવાસમાં વરસાદથી ધરોઇ ડેમમાં પાણીની આવક થઈ હોવાથી તે ભયજનક સપાટીથી ખૂબ જ નજીક છે. હાલમાં ડેમમાં 6 હજાર 212 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

નર્મદા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video