Narmada Dam Video: નર્મદા ડેમ આ વર્ષે પ્રથમવાર સંપૂર્ણ ભરાયો, 23 દરવાજા ખોલાતા 10 કિમી દૂર ગરુડેશ્વર હાઇવે પર પાણી ભરાયા

|

Sep 17, 2023 | 8:09 AM

ધોધમાર વરસાદ પડતા સરદાર સરોવર ડેમની સપાટી વધી છે. નર્મદા ડેમ આ વર્ષ પ્રથમાવાર જ સંપૂર્ણ ભરાયો છે. ભારે વરસાદના પગલે પાણીની આવક વધતા નર્મદા ડેમની સપાટી 138.68 પર પહોંચી છે. ડેમમાં 18 લાખ 62 હજાર 851 ક્યૂસેક પાણીની આવક થઈ છે.સંપૂર્ણ ડેમ ભરાયો હોવાથી હાલ 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

Narmada Dam Video : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજયમાં મેઘરાજાએ જમાવટ કરી છે. ધોધમાર વરસાદ પડતા સરદાર સરોવર ડેમની સપાટી વધી છે. નર્મદા ડેમ આ વર્ષ પ્રથમાવાર જ સંપૂર્ણ ભરાયો છે. ભારે વરસાદના પગલે પાણીની આવક વધતા નર્મદા ડેમની સપાટી 138.68 પર પહોંચી છે. ડેમમાં 18 લાખ 62 હજાર 851 ક્યૂસેક પાણીની આવક થઈ છે.

આ પણ વાંચો : Narmada: નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમવાર 135 મીટરે પહોંચી, ડેમમાં 75 હજાર ક્યુસેક પાણીની આવક, જુઓ Video

સંપૂર્ણ ડેમ ભરાયો હોવાથી હાલ 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. તો રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 18 લાખ ક્યૂસક પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે. ડેમના 23 દરવાજા ખોલ્યા હોવાથી નર્મદા ડેમથી 10 કિમી દૂર ગરુડેશ્વર મુખ્ય હાઈવે પર પાણી ભરાયા છે. ગરુડેશ્વરથી રાજપીપળા જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તો ગરુડેશ્વર હાઈવે પર નર્મદા જિલ્લા પોલીસ વડા રસ્તા પર ઉતર્યા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video