Daman: હોટલના રુમમાં સ્નાન કરી રહેલ પિતા-પુત્રને બાથરુમમાં કરંટ લાગતા મોત, નડિયાદના પરિવારમાં માતમ છવાયો, જુઓ Video
દેવકા બીચ વિસ્તારમાં આવેલી નટરાજ હોટલના રુમ નંબર 301 માં આ પરિવાર રોકાયેલ હતુ. ઘટના બાદ દમણ પોલીસે તુરત જ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરુ કરી હતી. ફોરેન્સીક ટીમને સ્થળ પર બોલાવીને કરંટ લાગવાની ઘટનાને લઈ તપાસ શરુ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા હોટલ સંચાલક સહિત કર્મચારીઓની પૂછપરછ હાથ ધરાઈ છે. હોટલની બેદરકારી અંગેની કડીઓ મળતા જ સંચાલક સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.
નડિયાદના પરિવારની ખુશીઓ પળવારમાં જ શોકમાં ફેરવાઈ ગઈ હતી. પરિવાર દમણ ફરવા પહોંચ્યો હતો, જ્યાં દેવકા બીચ વિસ્તારમાં નડિયાદનો પરિવાર રોકાયો હતો. જ્યાં હોટલમાં રોકાણ દરમિયાન પિતા અને પુત્ર બાથરુમમાં સ્નાન કરી રહ્યા હતા. જ્યાં બાથરુમમાં શોટ લાગ્યો હતો. પિતા અને 6 વર્ષના પુત્રનુ બાથરુમમાં જ શોટ લાગવાને લઈ મોત નિપજ્યુ હતુ. આમ દમણ ફરવા આવેલ પરિવારમાં પળવારમાં જ માતમ છવાઈ ગયો હતો.
આ પણ વાંચોઃ Sabarkantha: લક્ષદ્વીપ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગરમાં દુકાને દુકાને ફરીને કરી સ્વચ્છતાને લઈ ખાસ અપીલ, જુઓ Video