Breaking News: નડિયાદમાં માત્ર 3 ઇંચ વરસાદમાં મહાનગરપાલિકાની પોલ ખુલી, ધારાસભ્યના ઘર સામે જ કેડસમા પાણી ભરાયા – જુઓ Video
નડિયાદમાં માત્ર ત્રણ ઇંચ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. સંતરામ હોસ્પિટલ રોડ અને ધારાસભ્ય પંકજ દેસાઈના ઘર નજીક પણ પાણી ભરાયા છે, જેના કારણે મહાનગરપાલિકાના પ્રિ-મોન્સુન દાવાઓની પોલ ખુલી ગઈ છે. વાહનચાલકો અને દર્દીઓના સગાઓ સહિત નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માત્ર ત્રણ ઇંચ જેટલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેનાથી મહાનગરપાલિકાના પ્રિ-મોન્સુન પ્લાન અને વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ હતી.
નડિયાદના સંતરામ હોસ્પિટલ રોડ પર, સ્થાનિક ધારાસભ્ય પંકજ દેસાઈના ઘર પાસે કેડસમાણા પાણી ભરાયા હતા. વીકેવી રોડ સંપૂર્ણપણે જળબંબાકાર બની ગયો હતો, જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ પાણી ભરાવાના કારણે દર્દીઓના સગાઓ અને સામાન્ય નાગરિકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા હતા. એક દર્દીના સગાએ જણાવ્યું કે, તેમને દવા લેવા માટે પાણીમાંથી પસાર થવું પડ્યું હતું અને તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
લોકો સ્થાનિક તંત્ર અને પદાધિકારીઓ દ્વારા કરાતા દાવાઓ અને ફાળવવામાં આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં જાય છે, તે અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. આ પરિસ્થિતિએ ફરી એકવાર નડિયાદમાં વરસાદી પાણી નિકાલની વ્યવસ્થાની નબળાઈ ઉજાગર કરી છે.
