નવસારી શહેરમાં ઢોર પકડવાની કામગીરી દરમ્યાન પાલિકાની ટીમ અને પશુપાલકો સામસામે, પોલીસે કરી મધ્યસ્થી
રખડતા ઢોર એ નવસારી શહેરનો હાલનો મુખ્ય પ્રશ્ન છે. કારણ કે આ રખડતી રંજાડને કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. આ વાતને લઈ નસવારી વિજલપોર પાલિકા દ્વારા નવસારી શહેરમાં ટિમ બનાવી રખડતા ઢોરને પકડવાની કામગીર હાથ ધરી હતી. જેમાં ગાય પકડતી વખતે જલાલપોર તળાવ ખાતે પશુપાલકો ગાય છોડાવી ગયા હતા. મામલો બીચકતા પોલીસે મધ્યસ્થી કરાવી હતી.
નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા શહેરમાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન પાલિકા દ્વારા પકડવામાં આવેલ ઢોરને કારણે વિવાદ થયો હતો. જેમાં જલાલપોર તળાવ પાસેથી પકડેલી ગાય પશુપાલકો જબરદસ્તી છોડાવી ગયા હતા.
આ પણ વાંચો : સેવા જ ધર્મનો જીવનમંત્ર, પ્રેમનો ધોધ વહાવી મજૂરવર્ગની આંતરડી ઠારતો “પ્રેમ”
જે બાદ જલાલપોર વિસ્તારમાં ઢોર પકડવા પહોંચેલી પાલિકાની ટીમ અને પશુપાલકો સામસામે આવી ગયા હતા. પાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ઢોર પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી હતી. આ વિવાદની જાણ પોલીસને થતાં જલાલપોર પોલીસે સ્થળ પર પહોંચી અને બંને વચ્ચે મધ્યસ્થી કરી હતી. જોકે પાલિકા ચીફ સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન પહોચ્યો હતો.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)