સાંસદ મનસુખ વસાવાના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પર ગંભીર આક્ષેપ, 6 મહિના પહેલા બનેલી હોસ્પિટલનું ઉદ્ધાટન નથી કરાતું, જુઓ Video

|

Sep 05, 2023 | 9:29 PM

નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે, મુખ્યપ્રધાને આદેશ આપ્યો હોવા છતા નવી હોસ્પિટલનું ઉદ્ધાટન કરાતું નથી. તો આદિવાસી વિસ્તારની હોસ્પિટલમાં સાધનો પણ અપૂરતા છે. ઉલ્લેખનીય છે કે, સાંસદે આ આક્ષેપ રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન કર્યા છે. જ્યાં ડેડિયાપાડાના અનેક દર્દીઓ સારવાર માટે આવે છે. ડેડિયાપાડામાં નવી સિવિલ હોસ્પિટલ ઉદ્ધાટનની રાહમાં શરૂ થઈ નથી.

Narmada : ભાજપના (BJP) જ સાંસદ મનસુખ વસાવાએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા છે. મનસુખ વસાવાએ કહ્યું કે ઋષિકેશ પટેલ આદિવાસી વિસ્તારમાં સારા ડોક્ટર મુકતા નથી તેમજ ડેડિયાપાડામાં છેલ્લા 6 મહિનાથી સરકારી હોસ્પિટલનું નિર્માણ થયું હોવા છતાં તેનું ઉદ્ધાટન પણ કરતા નથી.

આ પણ વાંચો વરસાદના વિરામ વચ્ચે ખેડૂતોની પાણીની માગ, સરદાર સરોવરની મહત્તમ સપાટી 138.68 મીટર કરાઈ

નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે, મુખ્યપ્રધાને આદેશ આપ્યો હોવા છતા નવી હોસ્પિટલનું ઉદ્ધાટન કરાતું નથી. તો આદિવાસી વિસ્તારની હોસ્પિટલમાં સાધનો પણ અપૂરતા છે. ઉલ્લેખનીય છે કે, સાંસદે આ આક્ષેપ રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન કર્યા છે. જ્યાં ડેડિયાપાડાના અનેક દર્દીઓ સારવાર માટે આવે છે. ડેડિયાપાડામાં નવી સિવિલ હોસ્પિટલ ઉદ્ધાટનની રાહમાં શરૂ થઈ નથી.

 નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video