Ahmedabad: ગણેશોત્સવમાં બજારમાં વેરાયટીવાળા મોદકની ધૂમ, જોતા જ મોઢામાં આવી જશે પાણી, જુઓ VIDEO

|

Sep 02, 2022 | 3:04 PM

ગણેશોત્સવનો (Ganesh Chaturthi) પ્રારંભ થઈ ચુક્યો છે. અમદાવાદમાં (Ahmedabad) ગણેશજીને પ્રિય એવા મોદક બજારમાં ધૂમ મચાવી રહ્યા છે.

ગણેશ ઉત્સવને (Ganesh Chaturthi) લઇને રાજ્યભરમાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં (Ahmedabad)ઘરે ઘરે અને સોસાયટીમાં વિવિધ થીમના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. આ સાથે જ મીઠાઇની દુકાનોમા પણ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગણેશ ઉત્સવને લઇને મીઠાઇની (dessert) દુકાનોમાં પણ ખાસ થીમ સાથે મીઠાઇઓ બનાવવામાં આવી રહી છે. અમદાવાદમાં અલગ અલગ પ્રકારના મોદકે લોકોમાં આકર્ષણ જમાવ્યુ છે. જો કે આ વર્ષે મોદકના ભાવમાં 5થી 10 ટકાનો ભાવ વધારો થયો છે.

મોદકના ભાવમાં 5થી 10 ટકાનો વધારો

ગણેશોત્સવનો પ્રારંભ થઈ ચુક્યો છે. અમદાવાદમાં ગણેશજીને પ્રિય એવા મોદક બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. અલગ અલગ પ્રકારના મોદકે બજારમાં ખૂબ આકર્ષણ જમાવ્યું છે. પિસ્તા મોદક, મોતીચૂર મોદક, ચોકલેટ મોદક, કેસર ડ્રાયફ્રૂટ મોદક, સ્ટ્રોબેરી મોદક લેવા માટે ગ્રાહકો બજારમાં પડાપડી કરી રહ્યા છે. બજારમાં એક કિલો મોદકનો ભાવ 640 રૂપિયાથી માંડીને 1020 રૂપિયા સુધીનો ચાલી રહ્યો છે. સૌથી વધુ મોંઘા કાજુ મોદક 1020 રૂપિયાના કિલો મળી રહ્યા છે. મોદકના ભાવમાં 5થી 10 ટકાનો વધારો થયો છે જો કે મોંઘવારી સામે વેપારીઓ આ ભાવવધારો નહીવત ગણાવી રહ્યા છે.

બીજી તરફ મોંઘવારી વચ્ચે લોકો ગણેશ ચતુર્થીની ઉજવણી ભલે ઓછા બજેટ સાથે પણ વિવિધ થીમ અને વિવિધ પ્રસાદ સાથે કરી રહ્યા છે. જેથી ભગવાન તેમના દુઃખ હરે અને તેમને જીવનની સમસ્યામાંથી મુક્તિ મળી શકે. ભક્તો ગણેશ પર્વની ઉજવણીમાં કોઈ કચાસ રહી ન જાય તેવી ઇચ્છા સાથે ઉજવણી કરી રહ્યા છે.

Next Video