સુરેન્દ્ર નગરના વઢવાણ નજીક નર્મદા કેનાલમાં માતા-પુત્રીના ડૂબી જવાથી મૃત્યુ

| Edited By: | Updated on: Dec 23, 2021 | 10:35 PM

નર્મદા કેનાલમાંથી તરવૈયાઓએ માતા-પુત્રીના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ મૃતદેહ બહાર કાઢવા ફાયર વિભાગની મદદ લેવાઈ છે.

સુરેન્દ્ર નગરના(Sunrendranagar)  વઢવાણ(Vadhwan)  તાલુકાના ચમારજ ગામે કેનાલમાં માતા-પુત્રીનું ડૂબી જતા મોત થયાની ઘટના સામે આવી છે. જેમાં નર્મદા કેનાલમાંથી(Narmada Canal)  તરવૈયાઓએ માતા-પુત્રીના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ મૃતદેહ બહાર કાઢવા ફાયર વિભાગની મદદ લેવાઈ છે. આ માતા-પુત્રીના મૃતદેહને PM માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે બંનેના મોતનું કારણ અકબંધ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે ગાંધીનગરના(Gandhinagar) રાયપુર ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાં(Narmada Canal) ચાર યુવકો(Youth) ડૂબ્યાં હતા.ઘટનાની વાત કરીએ તો બર્થ ડેની ઉજવણી કરવા માટે અમદાવાદના(Ahmedabad) 6 યુવકો રાયપુર ગામ પાસે નર્મદા કેનાલે પહોંચ્યાં હતા.જ્યાં ફોટોગ્રાફી સમયે છમાંથી ચાર યુવકો કેનાલમાં ડૂબ્યાં હતા. બનાવની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.અને ડૂબેલા યુવકોની શોધખોળ શરૂ કરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ આમાંથી એક યુવાનનો જન્મ દિવસ હતો. તેથી કેનાલ પાસે આ યુવાનો સેલ્ફી લઈ રહ્યા હતા. આ દરમિયાન એક યુવાનનો પગ લપસી જતાં તે કેનાલમાં પડી ગયો હતો. જેને બચાવવા માટે એક પછી એક ત્રણ યુવાનો પણ કેનાલમાં ઉતર્યા હતા. તેમજ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ યુવાનોની શોધખોળ શરૂ કરી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 111 કેસ નોંધાયા  

આ પણ વાંચો :  અમદાવાદ કોરોનાએ ફરી માથું ઉચક્યું, છેલ્લા 24 કલાકમાં 43 કેસ એક મૃત્યુ અને બે સોસાયટી માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન

Published on: Dec 23, 2021 10:31 PM