દાહોદ : ગરબાડામાં માતાની મમતાને લજવતો કિસ્સો, જંગલ વિસ્તારમાં નવજાત બાળકને તરછોડ્યું
ગરબાડા જંગલ વિસ્તારમાં પોતાના નવજાત બાળકને તરછોડી કળયુગી માતા ફરાર થઇ ગઇ છે. સ્થાનિકોએ બાળકના રડવાનો અવાજ સાંભળતા પોલીસ અને 108ની ટીમને ફોન કર્યો હતો. જેથી પોલીસ અને 108 તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતા અને બાળકનો કબજો લઇ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા છે.
દાહોદના ગરબાડા વિસ્તારમાં માતાની મમતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. ગરબાડામાં નિષ્ઠુર માતાએ પોતાના વ્હાલસોયાને તરછોડ્યો હોવાની ઘટના સામે આવી છે. ગરબાડા જંગલ વિસ્તારમાં પોતાના નવજાત બાળકને તરછોડી કળયુગી માતા ફરાર થઇ ગઇ છે.
આ પણ વાંચો દાહોદ : પતંગડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, રૂ.103.60 લાખના ખર્ચે થયું નિર્માણ
સ્થાનિકોએ બાળકના રડવાનો અવાજ સાંભળતા પોલીસ અને 108ની ટીમને ફોન કર્યો હતો. જેથી પોલીસ અને 108 તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતા અને બાળકનો કબજો લઇ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા છે. હાલ બાળકની તબિયત સ્વસ્થ છે. પોલીસે નવજાત બાળકને તરછોડનાર માતાની શોધખોળ શરૂ કરી છે.
Latest Videos