Monsoon 2023: રાજ્યમાં અનરાધાર વરસાદના પગલે 207 ડેમમાં 44 ટકા કરતા વધારે પાણી ભરાયા, જુઓ Video

Monsoon 2023: રાજ્યમાં અનરાધાર વરસાદના પગલે 207 ડેમમાં 44 ટકા કરતા વધારે પાણી ભરાયા, જુઓ Video

| Edited By: | Updated on: Jul 02, 2023 | 1:18 PM

ચોમાસાની શરુઆતથી રાજ્યભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે. રાજ્યમાં ભારે વસાદના પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ગુજરાતના 207 ડેમ 44 ટકા કરતા વધારે ભરાયા છે. ઉત્તર ગુજરાતના 15 ડેમ 47 ટકા કરતા વધુ ભરાયા છે.

Gujarat Rain : ચોમાસાની શરુઆતથી રાજ્યભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે. રાજ્યમાં ભારે વસાદના પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ગુજરાતના 207 ડેમ 44 ટકા કરતા વધારે ભરાયા છે. ઉત્તર ગુજરાતના 15 ડેમ 47 ટકા કરતા વધુ ભરાયા છે.

આ પણ વાંચો :Rain Breaking : ગુજરાતમાં 24 કલાકમાં 125 તાલુકામાં થઇ મેઘમહેર, સૌથી વધુ વલસાડના ઉમરગામ તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ, જૂઓ Video

જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમ 31 ટકા કરતા વધુ ભરાયા છે. તો આ બાજુ દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 35 ટકા કરતા વધારે પાણી ભરાયા છે. જ્યારે કચ્છના 20 ડેમ 51 ટકા કરતા વધારે ભરાયા છે. સૌરાષ્ટ્રના 141 ડેમ 45 ટકા જેટલા ભરાયા છે. તો બીજી તરફ સરદાર સરોવર ડેમમાં 54 ટકા કરતા વધારે પાણી ભરાયા છે.

કુલ 205 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 205 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ વલસાડના ધરમપુરમાં  9 ઈંચ પડ્યો છે. તો કપરાડા, પારડી અને નવસારીના ખેરગામમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ જૂનાગઢના વિસાવદરમાં 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 7.5 ઈંચ વરસાદ પડ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો